મંડલીકપુર પ્રાથમિક શાળામાં ભીતચિત્ર, સંયોજન ચિત્ર અને પ્રકૃતિ ચિત્ર કંડારવાની સ્પર્ધા યોજાઇ

0

જૂનાગઢ તાલુકાના મંડલીકપુર ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલ ચિત્ર સ્પાર્ધામાં બાળકોએ ભીતચિત્ર, સંયોજન ચિત્ર અને પ્રકૃતિ ચિત્ર કંડારવામાં આવ્યા હતા. અમદાવાદ GIET (ગુજરાત ઇન્સ્ટિાટ્યુટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી)ના નિયામક ડો. પી.એચ. જલુના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાની મંડલીકપુર પ્રાથમિક શાળામાં રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ ૫ થી ૮ના ૩૫ જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ભાતચિત્ર, સંયોજન ચિત્ર અને પ્રકૃતિ ચિત્ર એમ ત્રણ વિભાગોમાં ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. આ શાળાના ભાષા શિક્ષક હીનાબેન દીક્ષિત દ્વારા દરેક બાળકોને ચિત્ર દોરવાની સમજૂતી આપવામાં આવી હતી તેમજ GIETના જૂનાગઢ તાલુકાના વિદ્યા વાહક અને શાળાના વિજ્ઞાન શિક્ષક તુષારભાઇ પંડ્યા દ્વારા સમગ્ર તાલુકામાં ચિત્ર સ્પર્ધા અને તેના વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોનું માર્ગદર્શન આપવા આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લીધેલ દરેક બાળકોને GIET  દ્વારા સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યા હતા. આ ચિત્ર સ્પર્ધા અંતર્ગત શાળાના આચાર્ય દિનેશભાઇ ગોસ્વામીએ દરેક બાળકોને શુભેચ્છા આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!