સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતિ નિમિત્તે ખંભાળિયામાં ધર્મમય માહોલ જાેવા મળ્યો હતો. જલારામ જયંતિ પ્રસંગે આજે સવારથી અહીંના જલારામ મંદિર ખાતે ભક્તોની ભીડ જાેવા મળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ મંદિરને અનેરા સાજ-શણગાર વડે સુશોભિત કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જલારામ મંદિરની ૧૦૮ પ્રદક્ષિણા તથા આરતી અને દર્શન માટે મોટી સંખ્યામાં જલારામ ભક્તો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત અહીંના અંજલી કૌશિકભાઈ દાવડા, જાહ્નવી વિમલભાઈ દાવડા તથા કિંજલ ભાવેશભાઈ દાવડા દ્વારા તૈયાર કરવામાં આવેલી સુંદર રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત જલારામ જયંતી પ્રસંગે દર વખતની જેમ આ વખતે પણ અન્નકૂટ ઉત્સવ તથા નૂતન ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. “દેને કો ટુકડો ભલો, લેને કો હરી નામ”થી વિશ્વ વિખ્યાત બનેલા સંતશિરોમણી પુ. જલારામ બાપાની સુંદર સુશોભિત શોભાયાત્રા આજરોજ સાંજે ચાર વાગ્યે અહીંના જલારામ મંદિર ખાતેથી નીકળશે અને જુદા જુદા માર્ગો ઉપર ફરી અને અત્રે જલારામ ચોક ખાતે આવેલી લોહાણા મહાજન વાડી ખાતે સંપન્ન થશે. અહીં સાંજે જ્ઞાતિજનોને પ્રસાદ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયા લોહાણા મહાજનના નેજા હેઠળ અહીંના યુવા કાર્યકરોની ટીમ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ માટે નોંધપાત્ર જહેમત કાબિલેદાદ બની રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews