તા.૧૯મીને શુક્રવારે સદીનાં સોૈથી લાંબા ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી નજારો નિહાળવા મળશે

0

વિશ્વના અમુક પ્રદેશો–દેશોમાં શુક્રવાર તા.૧૯મી નવેમ્બરે સદીનું સૌથી લાંબુ ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી અદ્દભુત નજારો બનવાનો છે. ભારતના પૂર્વોત્તર રાજયમાં છવાડાના વિસ્તારમાં અંતિમ ચરણનો ગ્રહણનો નજારો જાેવા મળવાનો છે. ટેલીસ્કોપથી અતિ આહલાદક નજારો જાેવા મળશે. ભારતના મોટાભાગના પ્રદેશોમાં આ નજારો જાેવામાં લોકો વંચિત રહેવાના છે. આશરે સાડા ત્રણ કલાકનો નજારો તેની વિવિધ મુદ્રા કંડારવા માટે વિજ્ઞાનપ્રેમીઓ, ખગોળપ્રેમીઓ થનગની રહ્યા છે. રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપવાનો કાર્યક્રમ અમલી બનાવ્યો છે. સંવત ર૦૭૮ કાર્તિક સુદ પુર્ણિમા-પૂનમને શુક્રવાર તા.૧૯મી નવેમ્બરે વૃષભ રાશિ કૃતિકા નક્ષત્રમાં થનારૂ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ સદીનું લાંબામાં લાંબુ અવધિમાં જાેવા મળવાનું છે. ભારતના પૂર્વોત્તર છેવાડાના અરૂણાચલ પ્રદેશના અમુક ભાગોમાં અંતિમ ચરણનું આહલાદક ગ્રહણ જાેવા મળવાનું છે. લાલાશ રંગનો ચંદ્ર અલૌકિક જાેવા મળશે. જયારે પુર્વ એશિયા, ઉ. યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક વિસ્તારોમાં બેનમુન આહલાદક જાેવા મળવાનું છે. વૈજ્ઞાનિકોએ પોતાની પસંદગી જગ્યાએ પહોંચવા તૈયારી આરંભી દીધી છે. અવકાશી ગ્રહણો જાેવામાં બાધા-અવરોધ ઉભો કરવો તે સામાજિક પાપ છે. ગ્રહણો જાેવા-માણવા માટે કુદરતની રચના છે. ભૂમંડલે ભારતીય સમયમુજબ છાયા ગ્રહણ સ્પર્શ : ૧૧ કલાક ૩ર મિનિટ ૧૦ સેકન્ડ, ગ્રહણ પ્રારંભ : ૧ર કલાક ૪૮ મિનિટ ૪૩ સેકન્ડ, ગ્રહણ મધ્ય : ૧૪ કલાક ૩ર મિનિટ પપ સેકન્ડ, ગ્રહણ સમાપ્ત : ૧૬ કલાક ૧૭ મિનિટ ૦૭ સેકન્ડ, છાયા ગ્રહણ સમાપ્ત : ૧૭ કલાક ૩૩ મિનિટ ૪૦ સેકન્ડ, ખંડગ્રાસ ગ્રહણની અવધિ : ૩ કલાક ર૮ મિનિટ ર૪ સેકન્ડ, છાયા ગ્રહણ અવધિ : ૦૬ કલાક ૦૧ મિનિટ ૩૦ સેકન્ડ, ગ્રહણ ગ્રાસમાન : ૦.૯૭૪ર, છાયા ગ્રહણ ગ્રાસમાન : ર.૦૭ર૦. જાથાના રાજય ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે, ભારતના અરૂણાચલ પ્રદેશના છેવાડાના વિસ્તાર લોહિતપુર, ઓનગમાન, રોઈંગ, તેઝુ શહેર આસપાસ સાંજે ૪ કલાકને ૧૭ મિનિટે અંતિમ ચરણનું ગ્રહણ આહલાદક અદ્દભુત જાેવા મળવાનું છે. તે વિસ્તારોમાં ટેલીસ્કોપથી ગ્રહણ બેનમુન જાેવા મળશે. અવકાશી આનંદ જીંદગીનો અમૂલ્ય અવસર હોય છે. ભારતમાં સદીઓથી ગ્રહણ સમયે લેભાગુઓ બાધાઓ, અવરોધક પરિબળનું કામ કરે છે જે દુઃખદ છે. અવકાશી ખગોળીય ઘટના જાેવા-માણવા માટે હોય છે. ભારતમાં જાતજાતના વેધાદિ નિયમો બનાવી લોકોને અવળે માર્ગે વાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ગ્રહણના નિયમો, કર્મકાંડ-ક્રિયાકાંડો, વિધિ-વિધાન, સુતક-બુતક વિગેરે ગરીબ ભારત દેશમાં જાેવા મળે છે. સરકારનું કામ લોકોને વૈજ્ઞાનિક મિજાજ કેળવવાનું છે તેનાથી વિપરીત પરિસ્થિતિ જાેવા મળે છે. વિજ્ઞાન જાથા દેશભરમાં વિજ્ઞાન અભિગમ-દ્રષ્ટિકોણ માટે કામ કરે છે. લોકો ધીમે ધીમે જાગૃત થવાના પ્રયત્ન કરે છે તેનો પણ આનંદ છે. અત્યારે જાથાનું દેશભરમાં આકાશ તરફ લોકો નજર કરતાં થાય તે અભિયાન ચાલી રહ્યું છે. રાજયમાં ગ્રહણ સંબંધી સમજ કાર્યક્રમ માટે મો.૯૮રપર૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!