જૂનાગઢ પોલીસની મદદથી માતાને બે માસુમ પુત્રીઓનો કબ્જાે મળ્યો

0

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના દુબળી પ્લોટ વિસ્તારમાં કૈલાશનગર શેરી નં.૧માં રહેતી મહિલા પુષ્પાબેન ગોપાલભાઈ ઝાલા કે, જેને જૂનાગઢ ખાતે પરણાવેલ હોય, જેને સાસરિયા તરફથી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતા, ચાર વર્ષ પહેલા પોતાની ૯ વર્ષની પુત્રી ખુશી અને ૪ વર્ષની દીકરી માહી સાથે જૂનાગઢ પોતાના પિયરમાં આવેલ હતી. જે બાબતે જૂનાગઢ કોર્ટમાં કેસ પણ કરવામાં આવેલ છે. આ મહિલાને પોતાના સાસરિયા સાથે મનદુઃખ ચાલતા હોય, બે દિવસ પહેલા તેનો પતિ ગોપાલભાઈ બકુલભાઈ ઝાલા રહે. કામદાર સોસાયટી, જૂનાગઢથી આવી, સમાધાન કરીને સાથે લઈ જવાની મીઠી મીઠી વાતો કરી, પોતાની બને બાળકીઓને સાથે લઈને મકાન લેવાનું બહાનું બતાવી, જૂનાગઢ કામદાર સોસાયટી બાજુ લઈ જઈ, પત્ની પુષ્પાબેનને સમાધિ ખાતે દર્શન કરાવવાના બહાને એક બાજુ લઈ, માર મારવા લાગતા, પગમાં ઇજા કરેલ અને બને દીકરીઓને લઇ ગયેલ હતા. આ અંગેની જાણ મહિલા પુષ્પાબેન દ્વારા જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ મહેન્દ્રસિંહ જનકાતને કરવામાં આવેલ હતી. જૂનાગઢની મહિલાની માત્ર નવ અને ચાર વર્ષની બે માસૂમ બાળકીને તેના પતિ ગોપાલભાઈ બકુલભાઈ ઝાલા દ્વારા લઈ જવાની બાબતને ગંભીરતાથી લઈને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી, મહિલાને પોતાના કુમળી વયના બાળક પરત અપાવવા માટે સૂચનાઓ કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ મહેન્દ્રસિંહ જણકાત, એમ.એમ. વાઢેર, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ. ભાટી તથા સ્ટાફના હે.કો. દીપકભાઈ, વિક્રમસિંહ, સમીરભાઈ, પો.કો. વનરાજસિંહ, મોહસીનભાઈ સહિતની ટીમ દ્વારા મહિલાની રજુઆત આધારે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવતા, મહિલાનો પતિ બાળકીઓને  ગોંડલ અથવા જેતપુર ખાતે લઈને જ ગયા હોવાનું અનુમાન કરવામાં આવેલ હતું. જે બાબતે જૂનાગઢ એ ડિવિઝન તથા ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી બે ટીમો દ્વારા આખી રાત જહેમત ઉઠાવી મહિલાના પતિ ગોપાલભાઈ બકુલભાઈ ઝાલા ઉપર દબાણ લાવતા, બંને બાળકીઓને તેના ભાઈ મારફતે પોલીસ સમક્ષ મોકલી આપી હતી. બંને બાળકીઓને પોલીસ સ્ટેશન લાવી, જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા બંને બાળકીનો કબ્જાે તેની માતા પુષ્પાબેનને સોંપતા, માત્ર નવ વર્ષ અને ચાર વર્ષની માસૂમ બાળકીઓ પરત મળતા, તેની માતા બાળકીઓને ભેટી, ભાવ વિભોર થયેલ હતી. મહિલાના કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા સમયસર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની દીકરીઓનું શું થાત અને પોતાના બાળકો જૂનાગઢ પોલીસના પ્રયત્નોથી જ તાત્કાલિક પરત મળ્યાનો ભાવ વ્યક્ત કરવામાં આવેલ હતો. જ્યારે મહિલાના પતિ ગોપાલભાઈ બકુલભાઈ ઝાલા બીકના માર્યા ફરાર થઈ ગયેલ હતો. જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, બંને બાળકીને પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરી વાર સાર્થક કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!