જૂનાગઢ જિલ્લામાં કોરોના વેક્સિનના સેકન્ડ ડોઝની ૬૧ ટકા કામગીરી પૂર્ણ

0

જૂનાગઢ જિલ્લામાં કોવિડ-૧૯ના વેક્સિનેશનની કામગીરી સમગ્ર રાષ્ટ્ર, રાજ્યની સાથે જ સરકારની સુચના અનુસાર જૂનાગઢ જિલ્લામાં પણ ચાલું કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ-૧૯ના રસીકરણ માટે આપવામાં આવેલ લક્ષ્યાંક ૧૦,૪૭,૫૦૨ મુજબ કોવિડ-૧૯ના વેક્સિનેશનના પ્રથમ ડોઝની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરેલ છે. તેમજ વેક્સિનના બીજા ડોઝની કામગીરીમાં પણ ૬,૩૬,૫૮૧ લોકોને વેક્સિનેશન કરીને પણ ૬૦.૭૭ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. જિલ્લામાં કોરોના વેક્સિનના પ્રથમ ડોઝની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જ્યારે સેકન્ડ ડોઝની ૬૧ ટકા કામગીરી થઇ છે. લોકોને સેકન્ડ ડોઝનો મળે તે માટે જિલ્લા કલેક્ટર રચિત રાજે તબિબિ અધિકારીઓને માર્ગદર્શન આપી લોકોને સેકન્ડ ડોઝ લઇ કોરોનાથી મુક્તિ મેળવે તે અંગે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે જૂનાગઢ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના પ્રમુખના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી તેમજ ઈન્ડીયન મેડીકલ એસોસીએસન, ઈન્ડીયન પીડીયાટ્રીકટ એસોશીએસનના ડોકટરો દ્વારા લોકોને આપવામાં આવેલ યોગ્ય માર્ગદર્શન તથા ધર્મગુરૂઓની તેમના અનુયાયીઓને કરવામાં આવેલ અપીલ અને આરોગ્ય વિભાગના પાયાના કર્મચારી એવા આશા બહેનોથી માંડી તમામ પેરા મેડીકલ સ્ટાફ અને ડોકટરોની અથાગ મહેનતના કારણે શકય બનેલ છે. જૂનાગઢ જિલ્લાના તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે, આપણી આજુ-બાજુમાં કે વાડી વિસ્તારમાં કોઈ બહારથી આવેલ હોય અને તેઓને કોવિડ-૧૯ રસીના પહેલા ડોઝમાં પણ જાે હજુ સુધી બાકી રહેલ હોય તેઓને પહેલો ડોઝ લઈ લેવા માટે અને આપણી આજુબાજુ કે આપણાં વાડી વિસ્તારમાં બહારથી કોઈ મજુરો આવેલ હોય તો તેમને પણ આ રસીનો ડોઝ અપાવી તેઓને આ રોગ સામે રક્ષણ આપવા અને તે મુજબ આપણે પણ આ રોગથી રક્ષિત રહી શકીએ તે કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવે છે. પ્રથમ ડોઝની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થયેલ છે તે મુજબ જ કોવિડ-૧૯ની રસીનો બીજા ડોઝ પણ તેનો સમય થાય ત્યારે લઈ લેવા માટે અપીલ કરવામાં આવે છે. તે મુજબ બીજા ડોઝમાં પણ ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવા આરોગ્ય સ્ટાફના અથાક પ્રયત્નોમાં જૂનાગઢ જિલ્લાની તમામ જનતાને આ બીજાે ડોઝ તેમના નિયત સમયમાં મેળવવા માટે મદદરૂપ થવા આગ્રહભરી વિનંતી કરવામાં આવે છે. તેમજ હાલ તમામ સેન્ટર ખાતે આ કોવિડ વેકસીનનો પૂરતા પ્રમાણમાં સ્ટોક રહેલ છે કે જે મુજબ આ બીજાે ડોઝ લેવા માટે વેકસીન પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!