જૂનાગઢમાં લારી ઘારકો અને નાના ધંધાર્થીઓ માટે રોજગારી માટેની વ્યવસ્થા નહી થાય તો ઉગ્ર આંદોલન

0

જૂનાગઢ શહેરમાં એક તરફ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટયો છે તો બીજી તરફ તાજેતરમાં જ ફુટપાથ ઉપરથી લારી ઘારકોને તેમજ નાના ધંધાર્થીઓને હટાવી લેવામાં આવતાં નાના ધંધાર્થીઓને રોજગારીનો જટીલ પ્રશ્ન ઉભો થયો છે. અને આ મામલે ભારે ગરમાગરમ વાતારવણ સર્જાયેલું છે. દરમ્યાન જૂનાગઢ મનપાનાં કમિશ્નર સમક્ષ લારી ગલ્લા પ્રશ્ને રજુઆત કરતી વખતે મામલો બીચકયો હતો. દરમ્યાન લારી ઘારકોનાં પ્રશ્ને જાે યોગ્ય વ્યવસ્થા કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં આંદોલન થવાનાં એંધાણ મળી રહયા છે. જૂનાગઢ શહેરમાં જાહેર માર્ગો ઉપર દબાણ કરીને ઉભા રહેતા લારી ગલ્લાવાળા નાના ધંધાર્થીઓને બતાવવામાં આવતા છેલ્લા કેટલાક છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ વંટોળ શરૂ થયો છે જે અંગે ગઈકાલે મનપા કચેરીમાં રેલી સ્વરૂપે પહોંચેલા લારી ગલ્લાવાળાઓએ રામધુન બોલાવી હતી તે દરમ્યાન જૂનાગઢ મ્યુ. કમિશ્નરની ચેમ્બરમાં અરજદારો અને કમિશ્નર વચ્ચે ચકમક ઝરતા મામલો ગરમાયો હતો. જૂનાગઢ શહેરનાં તમામ ફુટપાથ ઉપર લારી ઘારકો ધંધો-રોજગાર કરીને પોતાનાં ઘરનું ગુજરાન ચલાવી રહયા છે. છેલ્લા દસ દિવસથી જૂનાગઢ મનપાની દબાણ શાખા દ્વારા શહેરની તમામ ફુટપાથ ઉપરથી લારી ગલ્લાવાળા ઘારકોને દૂર કરવામાં આવી રહયા છે. જયારે રોજનું કમાઈને રોજનું ખાતા આ લારી ઘારકો હેરાન પરેશાન થયા છે. અને અનેકવાર મેયરને રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિકાલ ન આવતા ગઈકાલે ફરીથી લારી ઘારકો રસ્તા ઉપર ઉતરી ગયા હતાં અને રેલી યોજીને મનપા કચેરી ખાતે કમિશ્નરની ચેમ્બરમાં પહોંચ્યા હતાં અને સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન હાય હાયનાં નારા લગાવ્યા હતાં. બાદમાં કમિશ્નરને આવેદનપત્ર પાઠવીને લારી ઘારકોએ પોતાનો પ્રશ્ન રજુ કર્યો અને લારી ઘારકોને યોગ્ય જગ્યા ફાળવવામાં અવો તેવી માંગ કરી હતી. તો બીજી તરફ લારી ઘારકોએ મનપા કચેરીની બહાર ધરણા ઉપર બેસી જતાં શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ, કોર્પોરેટર મંજુલાબેન પરસાણા, રજાકભાઈ હાલા દોડી આવ્યા હતાં અને લારી ઘારકોનાં સમર્થનમાં તે પણ ઉપવાસ ઉપર બેસી ગયા હતાં. જયારે કમિશ્નરે કહયું કે જૂનાગઢ શહેરમાં અડચણરૂપ દબાણોને દૂર કરવા સરકારની ઝુંબેશ છે જેને લઈને અમારી ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ વોકર ઝોન બનાવવાની પણ વાત છે ત્યારે આ બાબતે લારી ઘારકો માટે ટુંક સમયમાં યોગ્ય નિર્ણય કરવામાં આવશે તેમ મ્યુ. કમિશ્નર રાજેશ તન્નાએ જણાવ્યું હતું. લારી ઘારકો પોતાનો પ્રશ્ન લઈને જયારે કમિશ્નર પાસે પહોંચ્યા ત્યારે રજુઆત બાદ લારી ઘારકોનાં અગ્રણી રાજુભાઈ સોલંકીએ કમિશ્નરને સવાલ પુછતા મામલો બીચકયો હતો. અરજદાર રાજુભાઈ સોલંકીએ કમિશ્નરને પુછયું કે શા માટે લારી ઘારકોને દૂર કરવામાં આવે છે ? આ સવાલ પુછતાની સાથે જ કમિશ્નર લાલધૂમ થઈ ગયા હતાં અને અરજદાર સાથે ટેબલ ઉપર હાથ પછાડી અને અરજદારને કહયું કે અવાજ તો મારોય મોટો છે. આઈ સેઈડ ગેટ લોસ્ટ, ગેસ્ટ લોસ્ટ ત્યારે પોલીસે અરજદાર રાજુભાઈ સોલંકીને બહાર ખસેડયા હતાં. અને આ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. હાલ તો તમામ લારી ઘારકો નમતું મુકવાનાં મુડમાં નથી અને ત્યાંથી નીકળી જઈને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!