અનુ જાતિ આયોજિત ટુર્નામેન્ટ ભીમસેના કપમાં શિવરાજ સિંહ ઇલેવન જૂનાગઢ ટીમ બની વિજેતા

0

જૂનાગઢ અનુ. જાતિ આયોજિત ટુર્નામેન્ટ ભીમસેના કપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિવરાજસિંહ ઇલેવન, આર.કે. ઇલેવન, મીરા ઇલેવન, ફ્રેન્ડ ઇલેવન, સરસ્વતી ઇલેવન, દિલીપ ઇલેવન, મંથન ઇલેવન, યસ ઇલેવને ભીમસેના કપ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને વિજેતા ટીમ શિવરાજસિંહ ઇલેવન ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને ટુર્નામેન્ટ દરમ્યાન અલગ અલગ ટીમોના ખેલાડીઓને મેન ઓફ ધ મેચ બોલર, વિવેટ કપર, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડરને પ્રોત્સાહિત ઈનામ તેમજ ટ્રોફી આપી બિરદાવવામાં આવ્યા હતા.  આ અનુ. જાતિ આયોજિત ટુર્નામેન્ટ ભીમસેના કપનું, રાજુ સોલંકી, વિજય ચાવડા, કિરીટ પરમાર, વિકી સોલંકી, સાગર મકવાણા, ભરત મારવાડી, મેહુલ પરમાર, સંજય સોલંકી તેમજ અનુસૂચિત સમાજ યુવાનો દ્વારા સર્વે જ્ઞાતિ સમાજ બંધુઓને સાથે રાખી ભીમસેન કપનું આયોજન કરી આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જહેમત ઊઠાવી હતી અને સફળતા યુવક આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં રાજ્ય કક્ષાના મંત્રી દેવાભાઈ માલમે હાજરી આપી ક્રિકેટરોનો જુસ્સો વધાર્યો હતો. ફાઇનલ મેચ દરમ્યાન જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, ડે. મેયર ગિરીશ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા, કિરીટ ભિંભા, અશોકભાઈ, કિશોરભાઈ અજવાની, સુરેશભાઈ સોલંકી, કરૂણા મહિલા મંડળ, હરેશભાઈ વાધવાની, જીતુભાઈ મણવર, રણજીતભાઈ ગોહિલ, કારાભાઈ રાણવા દ્વારા વિજેતા ટીમ અને ભાગ લીધેલ ટીમોના ખેલાડીઓને ઈનામ વિતરણ કરાયું હતું. વિજેતા ટીમ શિવરાજસિંહ ઇલેવનના કેપ્ટન ભરત મારવાડીએ જણાવ્યું હતું કે, બધા મિત્રો આગેવાનોના સાથ સહકારથી જ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બદલ તેમની પૂરી ટીમ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો અને દર વર્ષે આવી જ રીતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય તેવું જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!