દ્વારકાને એ.સી. શબવાહીની આપી દ્વારકાધીશનું ઋણ ચૂકવતા સાંસદ પરિમલ નથવાણી

0

દ્વારકા મંદિરના પૂર્વ ઉપાધ્યક્ષ દ્વારા દ્વારકા નગરીનું ઋણ અવિરત સેવા સ્વરૂપે ચૂકવ્યાનું બહાર આવેલ છે. જે અંગેની વિગત મુજબ યાત્રાધામ દ્વારકાની યાત્રાએ આવતા યાત્રિકો અને અન્ય સ્થળો ઉપરથી સ્થાનિક નોકરી-રોજગારી મેળવવા આવતા-જતા દેશવાસીઓ થતા સમગ્ર તાલુકાની પ્રજાને તેમના સ્વજનોના થતા અવસાનના સમયે તેમને તેમની જન્મભૂમિ ઉપર કેમ પહોંચાડવા તેવા અવારનવાર ઉપસ્થિત થતા પ્રશ્નની ગંભીરતા અને રાજ્યસભાના સાંસદ તરીકેની પોતાની ફરજ સમજતા અને દ્વારકાધીશની અસીમ કૃપા મેળવતા અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ અને હાલના ઉપાધ્યક્ષના પિતા સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા તેમના અંગત સપોર્ટથી દ્વારકા નગરપાલિકાને એ.સી.(એરકન્ડિશન્ડ) શબ વાહીની અર્પણ કરવામાં આવેલ હતી. જેનો સ્વીકાર કરતા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી દ્વારા આભારપત્ર તેમના ગોર અને દ્વારકા ગૂગળી સમાજના આગેવાન કપિલભાઈ વાયદાએ જણાવ્યા પ્રમાણે આ વિસ્તારના દરેક પ્રજાજનની કાયમી સેવા કરવાનો એકમાત્ર ઉદેશ ધરાવતા પરિમલભાઈ દ્વારા આ સેવા ઉપલબ્ધ થયેલ છે તે સર્વે માટે આનંદની વાત છે. અગાઉ આજ પ્રમાણે તેમના સનિષ્ટ પ્રયાસથી અહીં રિલાયન્સ કંપનીના સહયોગથી અત્યાધુનિક ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહ બનાવી આપવામાં આવેલ છે. જે તેમના મારા ગોર તરીકેના આજ ૪૦ વર્ષ જુના સંબંધોમાં મને અવારનવાર એક જ વાત તેમના પાસેથી સાંભળવા મળતી કે, ગોર આ માનવ શરીર ઋણ ચૂકવવા માટે મળ્યું છે અને તે માટે હું સદાય નગરજનો અને યાત્રિકો સાથે સદાય હાજર રહીશ. અહીં આવતા યાત્રિકોના અવસાન પ્રસંગે તેમના નિજ સ્થાને પહોંચાડવાના આશય સાથે જ આ વ્યવસ્થા તેમના દ્વારા નગરપાલિકાને અર્પણ કરેલ છે.

error: Content is protected !!