સુરત શહેરમાં છેલ્લા ૨૭ વર્ષથી કાર્યરત લોકદ્રષ્ટિ ચક્ષુબેંકએ અનેક સમાજસેવી સંસ્થાઓના સહિયારા પ્રયત્નોથી આજ સુધીમાં ૪૩૮૮૨ કરતા વધારે જાેડી નેત્રદાન પ્રાપ્ત કરી શક્યા છીએ. અત્યાર સુધીમાં લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકને જે પરિવારજનો દ્વારા પોતાના સ્વજનનાં મૃત્યું બાદ તેમના બે મહામૂલા અંગો એટલે કે બે ચક્ષુઓનું દાન કરી બે અંધ વ્યક્તિઓને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ દ્વારા ફરીથી સૃષ્ટિને નિહાળવાનો મોકો મળ્યો છે. એવા સૌ ચક્ષુદાતાઓનો આ દિવસે આ ટ્રસ્ટ વતી ખુબ ખુબ આભાર માની સ્વર્ગસ્થ અને સાચી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ માટે નેત્રદાનના સહયોગી અને ૨૪ કલાક કાર્યરત રહેતા ડોક્ટર મિત્રોની ટીમ જેવા કે દિનેશભાઇ પટેલ(ઉપાધ્યક્ષ), વિક્રમભાઈ દામાણી, ડો. ભાવિન રાજેશ શિરોયા(યુથ રેડક્રોસ, લોકદ્રષ્ટિ ચક્ષુબેંક), ડો. ભાવેશ શીંગાળા, ડો. રોનક શિરોયા, ડો. હિંમત સોજીત્રા, ડો. જયસુખ ડાંખરા, ડો. હિમાંશુ, ડો. બંટી પટેલ, ડો. પ્રવીણ જાની, ડો. રમેશ હિંસુ અને અન્ય સાથી કાર્યકર્તા મિત્રોની ટીમ ઉપરાંત આ માટે અમે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ, રોટરી ક્લબ પરિવાર, લાયન્સ ક્લબ પરિવાર, જાઇન્ટ્સ ગ્રુપ પરિવાર, સમસ્ત સૌરાષ્ટ્ર પટેલ સમાજ, સુરતી મોઢ વણિક સમાજ, રાજસ્થાની સમાજ, તેરાપંથ યુવક મંડળ, અગ્રવાલ સમાજ, રાંદેર અડાજણ રોડ યુવક મંડળ, આર્ય સમાજ, જૈન સમાજ તેમજ વિવિધ સમાજ ઉપરાંત સુરત સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ, વિનસ હોસ્પિટલ, આઈડીસીસી હોસ્પિટલ, મહાવીર હોસ્પિટલ, બેંકર્સ હોસ્પિટલ, શેલબી હોસ્પિટલ, યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ, યુનિક હોસ્પિટલ, યુનિટી હોસ્પિટલ, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ, સિડ્સ હોસ્પિટલ તેમજ વિવિધ હોસ્પિટલ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત, હોમીઓપેથીક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા સુરત, આયુર્વેદિક એસોસિએશન, કતારગામ વેડરોડ મેડિકલ એસોસિએશન, રાંદેર અડાજણ મેડીકલ એસોસિએશન, કામરેજ કિમ કોસંબા કડોદરા મેડિકલ એસોસિએશન, વરાછા મેડિકલ એસોસિએશન, બોમ્બેમાર્કેટ પુણાગામ મેડિકલ એસોસિએશન, મોટા વરાછા મેડિકલ એસોસિએશન તેમજ અન્ય મેડિકલ એસોસિએશન અને આ માટે હંમેશા જે ડોક્ટર મિત્રોનો સહયોગ મળતો રહ્યો છે એવા દરેક મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આપના સ્વજનના મૃત્યું બાદ ૬ કલાક સુધીમાં નેત્રદાન કરી શકાય છે. નેત્રદાન આપવા કે લેવા માટે હેલ્પલાઈન નંબર ૯૮૨૫૦ ૩૪૫૯૧ ઉપર સંપર્ક જણાવેલ છે.