ઉપલા દાતારની જગ્યામાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

0

જૂનાગઢમાં ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં આગામી ગુરૂપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જૂનાગઢ કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારનની ધાર્મિક જગ્યામાં આગામી તારીખ ૧૩-૭-રરના રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવા જગ્યાના મહંત શ્રી ભીમબાપુ દ્વારા સુંદર મજાનું આયોજન કરેલ છે. જેમાં તારીખ ૧૩-૭-રર બુધવારના રોજ સવારે ૧૦ કલાકે પટેલબાપુ અને વિઠ્ઠલબાપુની સમાધિનું પૂજન અને રાત્રીના સંતવાણીનો કાર્યક્રમ અને બપોરે મહાપ્રસાદનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં સેવકો અને ભાવિકજનોને પધારવા ભીમબાપુએ આમંત્રણ પાઠવેલ છે.

error: Content is protected !!