ખંભાળિયા નજીક ગેરકાયદે રીતે ચલાવાતી બ્લેક ટ્રેપ સ્ટોનની ખાણ ઉપર સ્થાનિક પોલીસનો દરોડો

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા પંથકમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી સંદર્ભે પી.આઈ. પી.એમ. જુડાલ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત ખંભાળિયા – જામનગર રોડ ઉપરના સિંહણ ગામ ખાતે સર્વેલન્સ પોલીસ ટીમના હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર તથા પ્રદિપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે સિંહણ ગામ વિસ્તારમાં આ અંગેના દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ખંભાળિયા તાલુકાના સિંહણ ગામમાં ગેરકાયદેસર રીતે ચલાવાતી બ્લેક ટ્રેપ સ્ટોનની ખાણમાંથી આ ખનીજની ચોરી કરી અને તેને ખાણની બહાર મોટા જથ્થામાં સ્ટોક કરીને રાખવામાં આવતા પોલીસની કાર્યવાહી દરમ્યાન આ સ્થળેથી જી.જે. ૧૮ એચ. ૮૮૧૬ નંબરનું એક જેસીબી, જી.જે. ૧૦ એ.ડી. ૦૧૪૭ નંબરનું ટ્રેક્ટર તથા ટોલી ઉપરાંત ૬૫૬૦ કિલો વજનનું બ્લેક ટ્રેપ સ્ટોન હાલ હસ્તગત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં ગેરકાયદેસર રીતે માઈન્સ અને મિનરલની ચોરી કરતા પાલાભાઈ કારૂભાઈ ધરણાંતભાઈ ચાવડા(ઉ.વ.૪૬, રહે. આહિર સિંહણ) તથા કિશન ધરણાંતભાઈ ભૂટાભાઈ ચાવડા(ઉ.વ.૨૧, રહે. આહીર સિંહણ) નામના બે શખ્સોના નામ જાહેર થયા છે. આ સમગ્ર કાર્યવાહી ખાણ ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઇઝર પ્રકાશભાઈ દિનેશભાઈ પટેલને સાથે રાખીને કરવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!