ઓખામંડળમાં સ્થાનિકોને પરેશાન કરીને હાહાકાર મચાવતી બિચ્છુ ગેંગના સાગરિતો સામે જિલ્લા પોલીસની કડક કાર્યવાહી

0

આ અંગેની કાર્યવાહીમાં પોલીસ ટીમને જાણવા મળ્યું હતું કે, છેલ્લા આશરે દોઢ દાયકાથી વધુ સમય થયા આ વિસ્તારમાં રહેતો લાલુભા સાજાભા સુમણીયા તથા વનરાજભા પાલાભા સુમણીયા નામના બે શખ્સોએ સિન્ડિકેટ બનાવીએને બિચ્છુ ગેંગને કાર્યરત કરી છે. આ શખ્સો સાથેની બિચ્છુ ગેંગ દ્વારા ઓર્ગેનાઈઝ્‌ડ ક્રાઈમ રચી અને સ્થાનિક લોકોને વિવિધ રીતે ડરાવી-ધમકાવી, આ લોકો પાસેથી ગેરકાયદેસર ખંડણી વસૂલવા તેમજ ગેરકાયદેસર રીતે જુગાર-દારૂ જેવી અસામાજીક પ્રવૃત્તિઓ કરી અને ખૂનની કોશિશ કરવા સહિતની પ્રવૃત્તિઓ કરી અને ઓખા, મીઠાપુર તથા દ્વારકાના જુદા-જુદા વિસ્તારોમાં ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. આવા શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે લોકો પાસેથી આર્થિક લાભ મેળવી ગુના આચરતા હોવાથી પોલીસ દ્વારા ગુપ્ત રાહે આ કામગીરી અંતર્ગત આ સંદર્ભે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્‌ડ ક્રાઈમ એક્ટ ૨૦૧૫ ની કલમ મુજબ કુલ બાર શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ઓર્ગેનાઈઝ્‌ડ ક્રાઇમ સિન્ડિકેટના ગુના સંદર્ભે પોલીસ દ્વારા રાંગાસર ગામના લાલુભા સાજાભા સુમણીયા, જગદીશભા હનુભા સુમણીયા, સાજાભા માનસંગભા સુમણીયા, રાજેશભા માલાભા સુમણીયા, નથુભા સાજભા સુમણીયા, માલાભા સાજાભા સુમણીયા, આરંભડા ગામના વનરાજભા પાલાભા સુમણીયા, હાજાભા પાલાભા સુમણીયા, મુળ ખતુંબાના હાલ આરંભડાના માપભા વીરાભા સુમણીયા, માનસંગભા ધાંધાભા માણેક, અને દ્વારકા તાલુકાના વસઇ ગામના કિશન ટપુભા માણેક નામના કુલ ૧૨ શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જે પૈકી કિશન ટપુભા માણેક કે જેની સામે અગાઉ ૩૦૭ની કલમ મુજબ ફરિયાદ નોંધાઈ હતી, આ શખ્સ હાલ જેલમાં છે, તેની સામે ગુજસીટોકની કલમનો ઉમેરો કરી, તેનો કબજાે મેળવવાની તજવીજ પણ કરવામાં આવી છે. અને હાલ ૧૧ આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવ્યા છે. આમ, બિચ્છુ ગેંગના ઉપરોક્ત આરોપી શખ્સો દ્વારા છેલ્લા ઘણા સમયથી ટોળકી બનાવી અને ત્રાસ ફેલાવી, પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે નિર્દોષ લોકોને ડરાવી-ધમકાવી ખંડણી વસૂલવા, તેમજ લોકોને માર મારી, તેનો વિડીયો ઉતારવા જેવી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવા સબબ જિલ્લા પોલીસે આ શખ્સો સામે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડયું છે. આ પ્રકરણમાં આગામી સમયમાં ભોગ બનનાર વધુ કેટલાક આસામીઓ પોલીસ સમક્ષ આવે અને અન્ય કેટલાક શખ્સો પણ સંડોવાયેલા હોવાની સંભાવના વચ્ચે પોલીસ દ્વારા આવા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની રાહબરી હેઠળ ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી, મીઠાપુરના પી.આઈ. જી.આર. ગઢવી, એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડા, પીએસઆઈ દેવમુરારી, એસ.વી. ગળચર, એફ.બી. ગગનીયા, પી.સી. સિંગરખીયા તેમજ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે આગળની તપાસ ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી ચલાવી રહ્યા છે.
જામનગર બાદ દ્વારકા જિલ્લામાં એસ.પી. પાંડેય દ્વારા ગુજસીટોકની નોંધપાત્ર કામગીરી
જામનગરના ભૂમાફિયા જયેશ પટેલની ગેંગ સામે નોંધપાત્ર કામગીરી કરનારા જામનગરના તત્કાલીન એ.એસ.પી. નિતેશ પાંડેય કે જેઓએ તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાનો ચાર્જ સંભાળ્યો છે, તેમના દ્વારા આ તદ્દન ગુપ્ત રહે અને નોંધપાત્ર કરવામાં આવેલી કામગીરીથી ઓખા મંડળના સ્થાનિકો તથા વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે.

error: Content is protected !!