કોડીનારનાં જંત્રાવડી ગામે બાળકી ઉપર દુષ્કર્મ બાદ હત્યા કર્યાનો બનાવ બનેલ જેનાં ઘેરા પડઘા પડયા છે. તાજેતરમાં ઈન્દ્રભારતી બાપુએ તથા રાજયનાં મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ આ પરીવારની મુલાકાત લઈ આશ્વાસન આપેલ અને બાળકીને શ્રધ્ધાંજલી આપી હતી. પૂ. ઈન્દ્રભારતી બાપુએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવેલ કે આ બનાવનું દુઃખ એકલા પરિવારનું નથી સમગ્ર સમાજનું છે. અને આ આરોપીને ફાંસીની સજા થવી જાેઈએ જેથી સમાજમાં દાખલારૂપ કિસ્સો બને. ફરી કોઈ દિકરી ઉપર આવા નરાધમો આવુ દુષ્કર્મ આચરતા વિચાર કરે. પરીવહન રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે આરોપીને કડક સજા થાય તે દિશામાં કાર્યવાહી થઈ રહી છે. આ કેસમાં પોલીસ દ્વારા સારી કામગીરી થઈ રહી છે. આરોપીને કડક સજા થાય તેવી ખાત્રી આપી હતી.
આ મુલાકાત દરમ્યાન પૂ. ઈન્દ્રભારતી બાપુ સાથે દુધરેજનાં કનીરામ બાપુ, મહામંડલેશ્વર જગજીવનદાસ બાપુ, મહાદેગીરી બાપુ સહીતનાં ઉપસ્થિત રહયા હતાં અને આ પરિવારને સાંત્વના આપી હતી.