કોડીનાર શહેરની મધ્યે ચલતા ચેકડેમનાં કામમાં લોટ પાણીને લાકડા, તંત્રનું ભેદી મૌન

0

કોડીનાર શહેરની મધ્યમાંથી પસાર થતી શિંગોડા નદીના પુલ પાસેના ચેકડેમના ચાલતા મરામતના કામમાં લોટ પાણીને લાકડા જેવું કામ ચાલી રહ્યાનું અને આ કામ શરૂ થયાથી જ અત્યંત નબળી કક્ષાનું થતું હોવાનું અહીંના ચેમ્બરના પ્રમુખ સહિતના અનેક લોકોએ લાગતા વળગતા અધિકારીઓનું ધ્યાન દોરવા છતાં તેમણે આંખ આડા કાન કર્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. ચેકડેમની મરામત પછી આગળના ભાગે ચાલતા એપ્રોન અને એન્ડ શિલના કામમાં પણ પૂરતા પ્રમાણમાં લોખંડ નાખવામાં આવેલ નથી કોઈ જગ્યાએ તો લોખંડ નાખ્યું જ નથી. આ ઉપરાંત એન્ડશીલની આગળના ભાગના થાળા (એપ્રોન)માં સિમેન્ટ કોંક્રીટનું કામ પણ કેટલીક જગ્યાએ લોખંડ નાખ્યા વગરનું તો માત્ર કેટલીક જગ્યાએ કોરી કાકરી પાથરીને માથે સિમેન્ટ કામ કરી દેવાતું હોવાની ફરિયાદ પણ જિલ્લાના ઉચ્ચ અધિકારીને કરવામાં આવતા આ કામની ગંભીરતા સમજીને તેમણે તાત્કાલિક આ કામ બંધ કરવા ટેલિફોનિક આદેશ કર્યા હતા તેમ છતાં સ્થાનિક કક્ષાએ અધિકારીઓની મિલીભગતથી ચાલતા આ કામને તાત્કાલિક પૂરૂ કરવા માટે આગળ ચાલી રહેલા પી.સી.સીના કામને પૂરતું લોખંડ, સિમેન્ટ નાખ્યા વગર જ પૂરૂ કરી દેવાની પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે આ અત્યંત હલકી કક્ષાના થયેલા કામનું કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં ન આવે અને નવેસરથી એપ્રુવ એસ્ટીમેન્ટ મુજબ જ આ કામ કરાવવામાં આવે તેવી લોકોમાંથી માંગણી ઉઠી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ વરસાદની સીઝન ચાલતી હોય ત્યારે આ પ્રકારે નદીની અંદરના કામોમાં કોન્ટ્રાકટર દ્વારા અધિકારીની મીલીભગતથી કામમાં વેઠ ઉતારી અને બાદમાં પાણી આવ્યા બાદ વરસાદમાં ધોવાણ થઈ ગયાનું વાજુ વગાડીને નિર્દોષ છટકી જાય છે અને કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે આ કામની વરસાદના પુર પહેલા ચકાસણી કરી જવાબદારો સામે તપાસ કરી આકરા પગલા લેવા ભારે લોક માંગણી ઉઠવા પામી છે.

error: Content is protected !!