જૂનાગઢ જીલ્લામાં ૧૪૮ સ્વસહાય જુથોને રૂા.૧૫૮ લાખનું ધિરાણ અપાયું

0

જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વસહાય જૂથોના લોન માટેનો ક્રેડીટ કેમ્પ તાજેતરમાં મિશન મંગલમ હોલ જૂનાગઢ ખાતે જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આર.જે. જાડેજા, લીડ બેંક મેનેજર, ડીરેક્ટર અને અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
આ કેમ્પમાં ૩૦૫ અરજીઓ બેંકમાં સ્પોન્સર કરવામાં આવી હતી. તે પૈકી ૧૭૨ અરજીઓ મંજુર કરવામાં આવી અને ૧૪૮ સ્વસહાય જૂથોને રૂા. ૧૫૮ લાખનું ધિરાણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન આ ઉપરાંત ૯૭ જૂથોને ૯૬.૮૦ લાખ સીઆઈએફ અને ૪૧ જૂથોને ૧૨.૩૦ લાખ એમ કુલ ૨ કરોડ ૬૬ લાખથી વધુ રકમનાં લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ૩૯ લાભાર્થીઓને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી મળેલ રૂની દિવેટના મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ૩૫૦ જેટલી મહિલાઓ સહભાગી થઇ હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં માટે એન.આર.એલ.એમ. ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

error: Content is protected !!