સોશ્યલ મિડીયાનાં માધ્યમથી બદનામ કરનાર ત્રણ શખ્સોને પકડી પાડતી રેન્જ સાયબર પોલીસ

0

જૂનાગઢમાં તા. ર૬-૬-ર૧નાં રોજ સાઈબર ક્રાઈમનો ગુનો નોંધાયો હતો. આ બનાવની હકીકત એવી છે કે આ કામનાં ફરીયાદી વિરૂધ્ધ આ કામનાં આરોપીઓએ વિડીયો બનાવી ફેસબુકમાં શેર કરેલ હોય અને વિડીયોમાં ધમકીઓ આપતા હોય તેમજ આ કામનાં આરોપીઓએ સરદહુ વિડીયોમાં ખરાબ કોમેન્ટો કરી વિડીયો શેર કરી ગુનામાં એકબીજાને મદદગારી કરેલ હતી. આ બનાવ અંગે જૂનાગઢ રેન્જનાં રીડર પીઆઈ કે.કે. ઝાલાનાં માર્ગદર્શન હેઠળ સદરહુ ગુનાની તપાસ પીઆઈ આર.વી. વાજાએ ચલાવી વિડીયોમાં કોમેન્ટ કરનાર તથા શેર કરનાર આરોપીઓ રઘુવીરસિંહ ધરમસિંહ પાડવી (રહે. સાગબારા-નર્મદા), સાગર વિજયકુમાર વસાવા (ભરૂચ) તથા નિતીનકુમાર અમરસિંહ પાડવી સુરત)ને તા. ર૭ જુનનાં રોજ ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!