ડુંગરપુર ગામે ખટારામાં પાઈપ ચડાવવા સમયે ઈલેકટ્રીક લાઈનને અડી જતાં યુવાનનું મોત

0

જૂનાગઢ પંથકનાં ડુંગરપુર ગામે ખટારામાં પાઈપ ચડાવવા સમયે ઈલે. લાઈનને અડી જતાં વિજ કરંટથી યુવાનનું મૃત્યું નીપજયું હતું. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢનાં મજેવડી ગેઈટ ગીરનાર હોટલ પાસે રહેતા હુસેનભાઈ અહમદભાઈ શેખ (ઉ.વ.૪૦) ડુંગરપુર ગામે શબીરભાઈ ઈસ્માઈલભાઈ બેલીમનાં ભંગારની દુકાનેથી ભંગાર ભરવા માટે ગયેલ તે દરમ્યાન ખટારામાં આશરે દસેક ફુટ લંબાઈનો લોખંડનો પાઈપ ચડાવવા જતા આ સમયે ઉપરથી પસાર થતી ઈલેકટ્રીક લાઈનમાં પાઈપ અડી જતાં જાેરદાર વિજ કરંટ લાગતા તાત્કાલીક ડો. ચીખલીયાની હોસ્પીટલે ખસેડવામાં આવેલ હતા જયાં ફરજ ઉપરનાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવમાં તાલુકા પોલીસે ફારૂક કાદરભાઈ જુમ્મા તુરીયાનું નિવેદન નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભુલથી દવા પી જતાં મોત
માળીયા હાટીનાનાં વિરડી ગામે રહેતા વર્ષાબેન વિક્રમભાઈ ખાણીયા (ઉ.વ.રપ)ને શરદી, ઉધરસ, તાવ તથા શકિતની દવા ચાલુ હોય આ દવાને બદલે પોતાના ઘરે ખેતરમાં નિંદામણમાં છાંટવાની દવા ભુલથી પી જતાં સારવાર દરમ્યાન તેનું મૃત્યું નિપજયું હતું.

error: Content is protected !!