જૂનાગઢ પંથકનાં વડાલ ગામે ફરીયાદી છગનભાઈ હંસરાજભાઈ રાખોલીયાની ભાગીદારીની માલિકીની શૈક્ષણિક સંસ્થામાં આવેલ ભોજનાલયમાંથી કોઈ અજાણ્યા ત્રણ શખ્સો ટીવી નંગ-૧ અને હોસ્ટેલનાં રસોડામાંથી ઈલેકટ્રીક સગડી અને એક ઘીનાં ડબ્બા સહિત કુલ રૂા. ૧૮,પ૦૦નાં માલ સામાનની ચોરી કરી જતાં તાલુકા પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ : ટ્રાન્સપોર્ટનાં ધંધા ખારમાં બે ઈસમોએ ઓફીસનાં કાચ તોડી કર્મચારીને માર માર્યો
જૂનાગઢનાં સાબલપુર જીઆઈડીસી-રની સામે અમન ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા દિલીપભાઈ ડાયાભાઈ પરમારે આરોપીઓ ઓસમાણભાઈ અને હુસેનભાઈ વિરૂધ્ધ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, અમન ટ્રાન્સપોર્ટની બહાર અનમોલ ટ્રાન્સપોર્ટ વાળાએ પોતાનો ટ્રક રાખેલ જે ખસેડવાનું કહેતા આ બંને શખ્સોએ ઉશ્કેરાઈ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી તેમજ ઓફીસનાં કાચ તોડી નુકશાન પહોંચાડયું હતું. આ બનાવમાં તાલુકા પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધી હતી.
જૂનાગઢમાંથી પાંચ મહિલા જુગાર રમતા ઝડપાઈ
જૂનાગઢનાં દોલતપરા મસ્તરામ મંદિર પાછળ જાહેરમાં રોડ ઉપર જુગાર રમતી પાંચ મહિલાઓને એ ડીવીઝન પોલીસે ઝડપી લઈ રોકડ રૂા. ૧૦,૪૦૦નો મુદામાલ કબ્જે કરી જુગારધારા અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જયારે ચોરવાડ પોલીસે ખોરાસા ગામે જાનુડા રોડ ઉપરથી જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને ઝડપી લઈ રોકડ રૂા.૩૦૬૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
કેશોદ : પોલીસમાં ખોટી ફરીયાદો કેમ કરે છે તેમ કહી યુવાન ઉર ત્રણનો હુમલો
કેશોદમાં પ્રજાપતિ ધાર વિસ્તારમાં રહેતા હાજાભાઈ રામાભાઈ ઓડેદરાની પાસે આરોપીઓ રૂડાભાઈ ફોફો રબારી, ભીમાભાઈ રબારી અને અજય ઉર્ફે અજલો રબારીએ આવી તું કેમ પોલીસમાં અમારા વિરૂધ્ધ ખોટી ફરીયાદો કરે છે તેમ કહી ગાળો આપી કુહાડીની બુંધરાટથી આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
વંથલી નજીક એસટી બસ સાથે બાઈક અથડાતા ચાલક સહિત ત્રણને ઈજા
વંથલી બાયપાસ રોડ ત્રીકોણીયા પાસે બાઈક નં. જીજે-૦૪ -આર- ૮૮૩૩નાં ચાલક નારણભાઈ અરશીભાઈ ચાંડેરા રહે. લોએજે પોતાના હવાલાની બાઈક ગફલતભરી રીતે ચલાવી એસટી બસ નં. જીજે-૧૮-ઝેડ-૪૪૦૬ સાથે ભટકાવી દઈ અકસ્માત સર્જતા આરોપી નારણભાઈ, બાઈક પાછળ બેસેલ લાભુબેન સહિત ત્રણને ઈજા પહોંચી હતી. આ બનાવમાં એસટી બસનાં ડ્રાઈવર ઈકબાલખાન ઈબ્રાહીમખાન બેલીમે તેની વિરૂધ્ધ વંથલી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.