દેવભૂમિ દ્વારકામાં કોરોનાના ચાર નવા કેસથી ચિંતાનો માહોલ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસ ધીમા પગલે વધી રહ્યા છે. જિલ્લામાં સોમવારે ખંભાળિયાના એક નવા કોરોના પોઝિટિવ કેસ બાદ ગઈકાલે દ્વારકા તાલુકામાં એક સાથે ચાર નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચોવીસ કલાક દ્વારા દરમ્યાન કરવામાં આવેલા કુલ ૪૦૪ કોરોના ટેસ્ટ પૈકી દ્વારકાના ચાર કેસ નોંધાયા છે. જાે કે, અન્ય ત્રણ તાલુકાઓમાં એક પણ નવો દર્દી નોંધાયો નથી. સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોનાના નવા કેસો વધી રહ્યા છે.

error: Content is protected !!