જૂનાગઢ : નોબલ હાઈસ્કૂલનાં ૧૬૩ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

0

જૂનાગઢ એગ્રીકલ્ચરનાં ઓડીટોરીયમ ખાતે જૂનાગઢ નોબલ હાઈસ્કૂલનાં ધો.૧૦ અને ૧રમાં માર્ચ ર૦રરમાં બોર્ડનાં ટોપટેનમાં સ્થાન મેળવનાર તથા ૮૦ ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર ૧૬૩ વિદ્યાર્થીઓનું તેમના ટીચર્સનાં હસ્તે સન્માન કરાયું હતું. માર્ચ ર૦રરમાં લેવાયેલ ધોરણ-૧૦માં બોર્ડની પરિક્ષામાં નોબલ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓએ ટોપટેનમાં પ્રથમ, દ્વિતીય, ચોથા અને પાંચમાં ક્રમે સ્થાન મેળવેલ ઉપરાંત ચાર-ચાર વિદ્યાર્થીઓ સ્થાન મેળવેલ તેમજ ૧૯ વિદ્યાર્થી એ-ગ્રેડ અને પ૦ વિદ્યાર્થીઓએ એટુ-ગ્રેડ મેળવેલ છે. જયારે ધો.૧ર કોમર્સમાં બોર્ડમાં ૧૦માં ક્રમે તેમજ એવન ગ્રેડ છ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ છે. ધો.૧૦નું શાળાનું પરિણામ ૯૭.૭ર ટકા અને ધો.૧રનું ૯પ.૧ર ટકા પરિણામ આવેલ છે. બોર્ડ ટોપટેનમાં સ્થાન મેળવેલ ૬ વિદ્યાર્થીઓને રૂા.૧૦,૦૦૦નાં સિલ્વર મેડલ, શિલ્ડ અને સર્ટીફિકેટ તથા ૮૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ૧૬૩ વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટીફિકેટ આપી તેમનાં ટીચર્સ દ્વારા સન્માનીત કરાયા હતા. ઉપરોકત વિદ્યાર્થીઓને શાળા સંચાલક કે.ડી. પંડયા, સહ સંચાલક સિધ્ધાર્થભાઈ પંડયા, ખ્યાતિબેન પંડયા, પ્રિન્સિપાલ રેખાબેન ઓડેદરા અને સમગ્ર નોબલ પરિવારે પ્રોત્સાહીત કર્યા હતા.

error: Content is protected !!