Tuesday, August 9

જૂનાગઢ જીલ્લા લાઈબ્રેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

0

આઝાદીની ચળવળ, ભારતની ઐતિહાસિક સભ્યતા અને સંસ્કૃતિ વિષે આજની યુવા પેઢી તથા દેશના નાગરિકોમાં જાગૃતતા ફેલાય તેવા ઉમદા આશયથી ભારત સરકાર દ્વારા ભારતની આઝાદીના ૭૫ વર્ષે એટલે કે ૨૦૨૧થી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવ્યું છે. આ ઉજવણીની શરૂઆત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ દાંડી યાત્રાથી કરવામાં આવેલ છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી ૭૫ અઠવાડીયા સુધી કરવામાં આવનાર છે. આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ નવા વિચારોનું અમૃત છે. આઝાદી કા અમૃત મહોત્સવ એવો જ એક ઉત્સવ છે જેનો અર્થ સ્વતંત્રતાની ઉર્જાનું અમૃત છે. મતલબ કે ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, દેશભક્તોની આઝાદીનું એવું અમૃત કે જે આપણને હંમેશા દેશ પ્રત્યે સમર્પિત રહેવાની પ્રેરણા આપે છે. આપણા મનમાં નવા વિચારો, નવા સંકલ્પોની ક્રાંતિ લાવે છે. સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવના નામથી વિવિધ સ્વતંત્રતા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઈવેન્ટ્‌સમાં ફોટો એક્ઝિબિશન, મૂવિંગ વાન, વિવિધ સ્પર્ધાઓ, વૃક્ષારોપણ વગેરેનો સમાવેશ થાય છે. જે સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને દર્શાવે છે. કેટલાક સ્થળોએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પ્રદર્શનો બે ભાગમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, મહાત્મા ગાંધીના આગમન પહેલાની આઝાદીની ચળવળ અને ગાંધીજીની આગેવાની હેઠળનો સ્વતંત્રતા સંગ્રામ. ગાંધીજીના આગમન પહેલા, લાલા લાજપત રાય, લોકમાન્ય તિલક અને લાલ-બાલ-પાલ તરીકે જાણીતા બિપિન ચંદ્ર પાલના યોગદાનને ઐતિહાસિક ફોટોગ્રાફ્સ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. આ સાથે અન્ય ક્રાંતિકારીઓની ચળવળમાં તેમની ભૂમિકા ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી હતી. જેમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, રાજા રામમોહન રાય, સ્વામી દયાનંદ, સ્વામી વિવેકાનંદ, ખુદીરામ બોઝ, વીર સાવરકર, કરતાર સિંહજી, ભીખાઇજી કામા અને એની બેસન્ટ વગેરેનો સમાવેશ થાય છે. દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢ જીલ્લા પુસ્તકાલય દ્વારા પણ જીલ્લા લાઇબ્રેરી, કોલેજ રોડ, જૂનાગઢ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મદદનીશ નિયામક આર.ડી. પરમાર, જીલ્લા ગ્રંથપાલ મહેશ પરમાર, ગાંધીનગરથી ભટ્ટ, કીશોરભાઇ રાવલ, ગોપાલભાઈ, ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડીયા વિભાગનાં સંજય પંડ્યા તથા ગ્રંથાલયના સ્ટાફ જાેડાયા હતા.

error: Content is protected !!