ભવનાથ તળેટી અને ગિરનાર પર્વતનાં અણઉકેલ કામો અંગે યાત્રાધામ વિકાસ બોર્ડની નિરસતા

0

ગિરનાર પર્વત અને ભવનાથ તળેટીમાં અનેક સમસ્યા છે. આ અંગે જૂનાગઢનાં ભાજપનાં અગ્રણી પ્રદિપભાઈ ખીમાણીએ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડને રજુઆત કરી હતી. પ્રદિપભાઈ ખીમાણીએ ૩૧ મુદાને લઈ રજુઆત કરતા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડએ તેનાં જવાબ આપ્યા છે. ગિરનાર પર્વત ઉપર લાઈટ, પાણી અને સફાઈની મહત્વની રજુઆત હતી. પરંતુ બોર્ડે યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નથી. બોર્ડે આપેલા જવાબમાં કોઈ નકકર કામગીરીની વાત કરવામાં આવી નથી. પાવાગઢનો વિકાસ થયો છે, પરંતુ ગિરનાર પર્વત ઉપર રોપ-વેને બાદ કરતાં કોઈ વિકાસ થયો નથી. અહીં પાણી, વિજળી, શૌચાલય, સફાઈની સમસ્યા કાયમી બની છે. જેમાં ગિરનાર પર્વત ઉપરનાં વેપારી, મંદિરનાં પુજારીને રાહત દરે રોપ-વેનાં પાસ આપવા, અંબાજી મંદિરે શૌચાલય શરૂ કરવા, ગિરનાર પર્વતનાં પ૦૦, ૧૦૦૦ પગથીયા ઉપર શૌચાલય, પાણીની વ્યવસ્થા કરવી, પર્વત ઉપર વરસાદી પાણીનાં સંગ્રહ માટે ટાંકા બનાવવા, પર્વત ઉપરનાં તમામ તળાવનો ઉપયોગ જાહેર જનતાને કરવા દેવો, દામોદર કુંડ પાસે ભાઈ-બહેનો માટે શૌચાલય બનાવવા, મેઈન રોડથી દામોદર કુંડનો પુલ જર્જરીત થઈ ગયો છે તેનું સમારકામ કરવા, દામોદર કુંડ ઉપર તીર્થ પુરોહિતને સરકારે આપેલા રૂમ નાના છે તેનાં બદલે મોટા રૂમ બનાવવા, સફાઈનાં કોન્ટ્રાકટરનું ટેન્ડર એકસ્ટેન્ડ ન કરતા નવું ટેન્ડર બહાર પાડવું, ગિરનાર પર્વત ઉપર ૧૧ કેવીની લાઈન સપ્લાય માટે નાખી વિદ્યુત પુરવઠો સતત જળવાઈ રહે તેવું આયોજન કરવા, જટાશંકર ધર્મશાળા કે જે ખંઢેર બની ગઈ છે તેનું રીનોવેશન કરવા તથા સુદર્શન તળાવનાં રીનોવેશનની કામગીરી કરવા સહીતનાં મુદા રજુ કર્યા હતાં.

error: Content is protected !!