ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો, સાવચેતીની આલબેલ

0

ગુજરાતમાં ફરી કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો જાેવા મળી રહ્યો છે. ગઈકાલે કોરોનાની દૈનિક કેસો ઘટીને ૪૦૦ની નીચે નોંધાયા હતા. જાેકે, આજે ફરીથી કોરોનાનાં રેકોર્ડ બ્રેક ૪૭પ કેસ સામે આવ્યા છ. જે પૈકી અમદાવાદમાં સોૈથી વધુ ર૧૬ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી પ્રાપ્ત આંકડા અનુસાર, આજે નવા નોંધાયેલા ૪૭પ કેસ પૈકી સોૈથી વધુ ર૧૬ પોઝિટિવ તો એકલા અમદાવાદ જ નોંધાયા છે. આ સિવાય સુરતમાં ૭૯, વડોદરામાં ૪૭, જામનગરમાં રર, મહેસાણામાં ૧૪, નવસારીમાં ૧ર, અમેરીલામાં ૧૦ અને ગાંધીનગરમાં ૧૬ કેસ સામે આવ્યા છે. આજનાં દિવસમાં વધુ ર૪૮ દર્દીઓ સાજા થયા છે. હજુ સાજા થનાર દર્દીની સંખ્યા અને દૈનીક કેસની સંખ્યામાં મોટો તફાવત રહેતા એકિટવ કેસમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. જે આજે પણ યથાવત રહ્યો છે. છેલ્લી સ્થિતિ મુજબ, ગુજરાતમાં કોરોનાનાં કુલ ર૭૯૩ એકિટવ કેસો છે.
વેન્ટિલેટર ઉપરનાં દર્દીની સંખ્યા શૂન્ય થઈ ગઈ છે. સરકારનાં દાવા મુજબ સારવાર હેઠળનાં તમામ દર્દીઓની સ્થિતિ હાલ સુધારા ઉપર છે. રાજયમાં કુલ ૧ર,૧૭,ર૧પ લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જયારે ૧૦,૯૪૬ નાગરિકોને આ જીવલેણ વાયરસ ભરખી ચૂકયો છે. હાલ રાજયમાં કોરોનાનો રિકવરી રેટ ૯૮.૮૮ ટકા ઉપર પહોંચી ચૂકયો છે.

error: Content is protected !!