ગરીબોને રાશનિંગમાં મળતા સસ્તા ભાવના અનાજના ગોરખધંધાનો પર્દાફાશ થયો

0

સુત્રાપાડા પી.એસ.આઈ. હેરમા સાથે સંગ્રામસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ ગત રાત્રીનાં સુત્રાપાડા નજીક આવેલ પ્રાઈવેટ કંપનીના કાકરી ગેટ સાથે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. આ સમય દરમ્યાન એક શંકાસ્પદ ટ્રેક્ટરને રોકવી તપાસ કરતાં એમાંથી સરકારી અનાજનો જથ્થો કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ વગર મળી આવતા આ ટ્રેકટરની અટક કરી સુત્રાપાડા પોલીસ સ્ટેશને લઈ આવી સુત્રાપાડા મામલતદાર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં જાણ કરતાં પુરવઠા નાયબ મામલતદાર શક્તિસિંહ પરમાર સ્ટાફ સાથે સુત્રાપાડા પોલીસ સ્ટેશને પહોંચી તપાસ કરતાં ટ્રેક્ટરમાંથી ૯૬ ગુણ ચોખા અને ૮ બાચકા તુવેર દાળ આ તમામ મુદ્દામાલ સરકારી અનાજ હોવાનું માલુમ પડતાં આ તમામ મુદ્દામાલનો કબ્જાે મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ આ જથ્થો હરણસા ગામેથી ભરી લોઢવા ગામે લઈ જવાઈ રહ્યો હતો. હવે આ જથ્થો હરણસા કોની ત્યાંથી ભરવામાં આવ્યો અને લોઢવા ગામે કોને ત્યાં લઈ જવાનો હતો એ તપાસનો વિષય છે. આ બાબતે સુત્રાપાડા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર સાથે વાત કરતાં જણાવેલ કે, આ જથ્થો પકડાયેલ છે તેના ઉપર એફસીઆઈનો મારકો છે જે સરકારી જથ્થો હોવાનો પુરાવો છે અને તમામ માલ સીલ પેક છે. આ તપાસ સુત્રાપાડા મામલતદારને સોંપાઈ છે અને અનાજના નમૂના લેબમાં મોકલાવેલ છે.

error: Content is protected !!