મોબાઈલ ફોન અને લેપટોપમાં વરલી મટકાનો જુગાર રમતા ૮૧ શખ્સો સામે ગુનો નોંધાયો

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ પોલીસે બ્લોચવાડા મસ્જીદ સામે રેડ કરી મોબાઈલ ફોન અને લેપટોપમાં વરલી મટકાનો જુગાર રમતા એક શખ્સને ઝડપી લઈ કુલ રૂા. ૧.૩૪ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી ૮૧ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. એ ડીવીઝન પોલીસે બ્લોચ વાડા મસ્જીદ સામે રેડ કરી જૂનાગઢનાં અનીસભાઈ મારફતીયાની અટક કરી તેના કબ્જામાંથી રોકડ રૂા.૬૪૯૦, મોબાઈલ નંગ-૧૧ તથા બે લેપટોપ મળી કુલ રૂા. ૧,૩૪,૪૯૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસનાં જણાવ્યા મુજબ પકડાયેલ આરોપી અન્ય આરોપીઓ સાથે મોબાઈલ અને લેપટોપમાં વરલી મટકાનાં આંકડાનો જુગાર રમાડતો હતો. પોલીસ તપાસમાં જૂનાગઢ, સુરત, અમદાવાદ, હૈદ્રાબાદ, રાજકોટ સહિત કુલ ૮૧ શખ્સોને વરલી મટકાનાં આંકનો જુગાર રમતા તપાસમાં ખુલવા પામ્યા છે. આ તમામ શખ્સો સામે એ ડીવીઝન પોલીસે જુગારધારા કલમ ૪ અને પ અંતર્ગત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!