બાંટવામાં એક શખ્સે સગીરાની જાતિય સતામણી કરી તેના ભાઈ ઉપર કુહાડીથી હુમલો કર્યો

0

બાંટવાનાં ઈન્દીરાનગરની ઘટનામાં પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આ વિસ્તારમાં રહેતા વિશાલભાઈ રામજીભાઈ પરમારે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, તેની સગીરવયની બહેન અને તેના પત્ની બાથરૂમ કરીને પરત આવતા હતા ત્યારે આરોપી સુનિલ વશરામ સોલંકી હાથમાં નાની કુહાડી લઈ આવી ફરીયાદીની બહેનનું કાંડુ પકડી તારે આવું છે તેમ કહી જાતીય સતામણી કરેલ અને ફરીયાદી તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો કાઢી કુહાડી વડે હુમલો કરી વિશાલભાઈને જમણા હાથમાં ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસે ફરીયાદ નોંધી ઈન્ચાર્જ પીએસઆઈ એસ.એન. સગારકા અને માણાવદરનાં ઈન્ચાર્જ સીપીઆઈ આર.એન. વસાવાએ આગળની તપાસ હાથ ધરી છે.

કેશોદનાં કરેણી ગામે રસ્તાનાં વિવાદમાં બે પરિવારો વચ્ચે મારામારી
કેશોદનાં કરેણી ગામે વાડી વિસ્તારમાં રસ્તાનાં વિવાદ મુદે બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં ફરીયાદી રામભાઈ કરણાભાઈ મકકાએ રામભાઈ ભીખાભાઈ કટારા અને અમરીબેન રામભાઈ કટારા સામે માર માર્યાની ફરીયાદ નોંધાવી હતી. જયારે સામા પક્ષે રામાભાઈ ભીખાભાઈ કટારાએ રામાભાઈ કરણાભાઈ મકકા, શકિતસિંહ રામાભાઈ મકકા, શિવાભાઈ રામાભાઈ, અશ્વીનભાઈ લખાભાઈ, હૃદયો જીણકુભાઈ, સમજુભાઈ ભીમાભાઈ, ભીનીબેન રામાભાઈ, અસ્મીતાબેન શિવાભાઈ અને શકિતસિંહની પત્ની સામે માર માર્યાની ફરીયાદ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસે સામસામી ફરીયાદ નોંધી પીએસઆઈ એસ.એન. સોનારાએ આગળની તપાસ હાથ ધરી છે.

ચોકી ગામે છોટા હાથીમાં બે બળદોને ક્રુરતાપૂર્વક લઈ જતા બે શખ્સ ઝડપાયા
જૂનાગઢ તાલુકા પોલીસે ઝાંઝરડા ચોકડી પાસે જલારામ મંદિરની સામે રોડ ઉપરથી છોટા હાથી વાહન નં. જીજે-૧૧-ટીટી- ૪૮૭૩માં બે બળદને ક્રુરતાપૂર્વક બાંધી લઈ જતા હોય પોલીસે મજેવડીનાં અશોકભાઈ દુલાભાઈ સોલંકી અને ધીરૂભાઈ ભુરાભાઈ ચાવડાની અટક કરી ફરીયાદી ભાવિનભાઈ રમેશભાઈ મેઘાણીની ફરીયાદ નોંધી આ બંને શખ્સો સામે કાર્યવાહી હાથ કરી હતી.

પ્લાસવા ગામે એક ઓરડીમાંથી દારૂની ર૩૮ બોટલ ઝડપાઈ ; ત્રણથી વધુ શખ્સો સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો
જૂનાગઢ તાલુકા પોલીસે પ્લાસવા ગામે પટેલ સમાજ પાસે આવેલ એક ઓરડીમાંથી વિદેશી દારૂની ર૦ પેટી (બોટલ નંગ ર૩૮) ઝડપી લઈ બાઈક સહિત કુલ રૂા. ૧,રપ,ર૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. રેડ દરમ્યાન બાઈક નં. જીજે-૧૧-સીજી- પ૦૧પનો ચાલક નાસી ગયો હતો. જયારે પાદરીયાનો મેરામણ ઉર્ફે મેરો રાણાભાઈ મોરી અને બાઈક નં. જીજે-૧૧ સીએફ ૯૮૦૦નો ચાલક હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આ તમામ શખ્સો અને તપાસમાં ખુલેલ તે તમામ સામે ગુનો નોંધી પીએસઆઈ પી.વી. ધોકડીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!