માતાની બિમારી અને નબળા અભ્યાસનાં તણાવમાં યુવાને જીવન ટુંકાવી લીધું !

0

માતાની બિમારી અને નબળા અભ્યાસનાં તણાવમાં યુવાને જીવન ટંુકાવી લેતાં અરેરાટી પ્રસરી હતી. આ દુઃખદ સમાચારની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢનાં મોતીબાગ રોડ, ગુણાતીતનગર, બ્લોક નં. એ-૩૭માં રહેતા પૂજન (ઉ.વ. ૧૮)નાં માતા બિમાર હોવાથી પથારીવશ હોય અને હાલ હાલી-ચાલી શકતા ન હોય તેમજ પોતે અભ્યાસમાં નબળો હોય જેનાં ટેન્શનમાં પોતે પોતાની મેળે સેલફોર્સનો પાઉડર પી જતાં સારવાર દરમ્યાન તેનું મૃત્યું નિપજયું હતું. આ બનાવમાં પોલીસે મૃતકનાં પિતા હિતેષભાઈ કાનજીભાઈ ભુવાનું નિવેદન નોંધી સી ડીવીઝનનાં પીએસઆઈ જે.જે. ગઢવીએ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!