ધાર્મિક લાગણી દુઃભાવતા કે ખોટી અફવા સોશ્યલ મીડિયામાં ફેલાવનાર સામે પોલીસની લાલ આંખ

0

જૂનાગઢ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એ માટે જૂનાગઢ જીલ્લા પોલીસ કટીબધ્ધ છે. પોલીસની ખાસ ટીમો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે વોટસઅપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, લીન્કડીન, ટેલીગ્રામ, ટીવીટર, સ્નેપચેટ, એમએકસ ટકાટક ઉપર સતત ચાંપતી વોચ રાખી રહી છે. જાે કોઈપણ વ્યકિત દ્વારા કોઈની ધાર્મિક તેમજ સામાજીક લાગણી દુઃભાય એવું કે અન્ય વાંધાજનક મેસેજ, પોસ્ટ, કોમેન્ટ, વિડીયો કે લખાણ સોશ્યલ મીડિયામાં અપલોડ કે ફોરવર્ડ કરવામાં આવશે કે ખોટી અફવા ફેલાવવામાં આવશે તો તેવા ઈસમો વિરૂધ્ધમાં સખ્તાઈપૂર્વક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની તમામે ગંભીરતાપૂર્વક નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!