૧૦.ર૦ મી.ગ્રા.નો સોનાનો ચેન ધોવાના બહાને ૪ ગ્રામ સોનુ સેરવી લેતા ગઠીયાઓ

0

કેશોદનાં નોંજણવાવ ગામે રહેતા પ્રૌઢા બે ગઠીયાનો શિકાર બન્યા હતા. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી આ શખ્સોને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ નોંજણવાવ ગામે પાણીનાં ટાંકાની બાજુમાં જશુબેન બાબુભાઈ ગોહેલ (ઉ.વ.પ૦)નાં ઘરે બે અજાણ્યા શખ્સોએ આવી જેમાંથી એક આરોપી ઘરની બહાર મોટર સાયકલ રાખી ઉભો રહેલ તેમજ એક આરોપી ફરીયાદીનાં ઘરમાં આવી તેમને વિશ્વાસમાં લઈ તેમનો સોનાનો ચેન ૧૦.ર૦ મી.ગ્રા. વજનનો રૂા. પર૦૦૦ની કિંમતનો લિકવીડમાં ધોઈ તેમાંથી ૪ ગ્રામ વજન ઓછું કરી પરત આપેલ અને પ્રૌઢા સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરી આ શખ્સો ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. આ બનાવમાં પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!