વંથલી-માણાવદરનાં માર્ગ ઉપરથી લીંકર પરમીટ મેળવી કારમાં ર૦૮ નંગ બિયર ટીનની હેરાફેરી કરતા બે ઝડપાયા

0

વંથલી પોલીસે લીંકર પરમીટ મેળવી કારમાં બિયરની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લીધા હતાં. પ્રાપ્ત વિગતો મુજબ વંથલી પોલીસે બાતમીનાં આધારે વંથલી-માણાવદર જતા રસ્તા ઉપર પહેલા વળાંકમાં વોચ ગોઠવી અહીંયાથી પસાર થતી અન્ટીગા ગાડી નં. જીજે-ર૭-બીબી ૪૩૦૯ને રોકી તલાસી લેતાં તેમાંથી કુલ પ૦૦ એમએલનાં બિયર ટીન નંગ-ર૦૮ મળી આવતાં પોલીસે કરણભાઈ ભોજાભાઈ ઓડેદરા અને ભોજાભાઈ રણમલભાઈ ઓડેદરા બંને રહે. કડછ તા. પોરબંદરની અટક કરી કાર, બે મોબાઈલ સહિત કુલ રૂા. ૩,૯૬,ર૬૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ ઝડપાયેલા શખ્સોએ પરમીટ ઉપર આ બિયરનાં ટીન મેળવ્યા હતાં. આ શખ્સોની પુછપરછમાં માલદેભાઈ નાગાભાઈ કડછા, કારા વેજાભાઈ કડછા, રાજા ખીમા કડછા (રહે. તમામ કડછ) અને એભા પરબત પરમાર (રહે. બળેજ)એ ઝડપાયેલા ઈસમોને બિયર ટીન લેવા માટે પરમીટ આપી હતી અને હાજર મળી આવ્યા ન હતાં. આ ઉપરાંત વાઈનશોપનાં મેનેજરે આ બિયરનાં મુદામાલ પરમીટવાળી વ્યકિત સિવાયની ઝડપાયેલ બંને વ્યકિતઓને ડીલેવરી આપી હોવાનું પણ ખુલ્યું હતું. પોલીસે તમામ સાતેય શખ્સો વિરૂધ્ધ પ્રોહીબીશન અંતર્ગત ગુનો નોંધી પીએસઆઈ વી.કે. ઉંજીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!