ઈએસપીએન કંપનીમાં બાવન વિકમાં રૂા. ૩.૬૦ લાખનાં રોકાણની સામે રૂા.૧ર.૪૦ લાખ આપવાની લાલચ આપી ૧૦.૮૦ લાખ લઈ બાદમાં રૂપિયા ૬.૪૮ લાખ પરત ન આપ્યા

0

જૂનાગઢમાં એક કંપનીમાં રોકાણનાં બહાને બે શખ્સોએ રૂા.૧૦.૮૦ લાખ લઈ બાદમાં ૬.૪૮ લાખ પરત ન આપી ત્રણ વ્યકિતઓ સાથે છેતરપીંડી – વિશ્વાસઘાત કરતા સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં મધુરમ વિસ્તાર અજંતા પાર્ક સોસાયટી બ્લોક નં.૩૭માં રહેતા પોપટભાઈ જીવાભાઈ ગરેજાએ આરોપીઓ કિશનભાઈ બોરખતરીયા અને વિજયભાઈ વાઢીયા રહે. બંને દિપાંજલી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીઓ ઈએસપીએન નામની કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતા હોય અને ફરીયાદી તથા સાહેદોને કંપનીમાં રોકાણ કરવાનાં બહાને રૂા. ૩.૬૦ લાખનાં બાવન વિકમાં રૂા. ૧ર.૪૦ લાખ પરત આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ ફરીયાદી પાસેથી આરોપી વિજયભાઈએ પોતાના નામનો રૂા. ૩ લાખનો ચેક તથા રોકડ રૂા. ૬૦,૦૦૦ મળી રૂા. ૩.૬૦ લાખ લઈ તથા બંને સાહેદો પાસેથી રૂા. ૭.ર૦ લાખ મળી કુલ રૂા. ૧૦.૮૦ લાખ લઈ લીધેલ જેમાંથી ફરીયાદી તથા સાહેદોને રૂા. ૬.૪૮ લાખ પરત નહી આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા આ બનાવમાં પોલીસે આ બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ જે.જે. ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!