દ્વારકામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથને અનેરો આવકાર, વન વિભાગ દ્વારા રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ તા.૧૯ જુલાઈ સુધી નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભ્રમણ કરશે. જે અંતર્ગત આજે દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં વિકાસ યાત્રા રથનું આગમન થયું હતું. જેને દ્વારકાવાસીઓએ અનેરા ઉત્સાહ સાથે આવકાર્યો હતો. અને છેલ્લા બે દાયકાની વિકાસ ગાથા દર્શાવતી ફિલ્મ નિહાળી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણીએ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં કરવામાં આવેલા વિકાસ બાબતે પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. લોકોને સરકારની વિવિધ યોજનાના લાભો લેવા માટે તેમજ અન્ય લોકોને પણ વિવિધ યોજનાની માહિતી આપવા માટે અપીલ કરી હતી. કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજના જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કાર્યક્રમમાં વિકાસ યાત્રા રથના આગમનના એક દિવસ પૂર્વે શાળામાં યોજાયેલી નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને તેમજ આંગણવાડીમાં યોજાયેલી વાનગી સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. વનવિભાગ દ્વારા કાર્યક્રમના સ્થળ ઉપર જ રોપઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે નગરપાલિકાના સભ્યઓ, ચીફ ઓફિસર, આરોગ્ય અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!