ઓખા ખાતે ઓખા તાલુકા શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. ઓખા તાલુકા શાળાની સ્થાપના તારીખ ૧૫-૭-૧૯૭૬ના રોજ કરવામાં આવેલ હતી. જે શાળાને ૪૬ વર્ષ પુરા થયેલ છે. સ્થાપના દિવસની શરૂઆત ભારતીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય કરી તેમજ સ્વાગત ગીત દ્વારા કરવામાં આવેલ હતું. સ્થાપના દિવસ અંતર્ગત ઓખા તાલુકા શાળામાં ધોરણ ૭માં ભણતી ચાવડા મહેરએ “બેટી બચાવો બેટી પઢાવો”ના વિષય ઉપર વિસ્તૃત સમજણ આપેલ હતી. આ કાર્યક્રમમાં ઓખા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનભા બી. માણેક, ઓખા નગરપાલિકાના કારોબારી ચેરમેન રાજુભાઇ કોટક, ઓખા શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળના પ્રમુખ ડો. પુષ્પાબેન સોમૈયા, ઓખા નગરપાલિકાના શાસક પક્ષના નેતા, દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલભાઈ પીઠીયા, ઓખા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રવિણભાઈ ગોકાણી, ઝ્ર.ઇ.ઝ્ર અમિતભાઇ ઓડેદરા, ઓખાના સનિષ્ઠ વકીલ ધર્મેશગીરી ગોસાઈ, તાલુકા શાળાના પૂર્વ આચાર્ય હરિભાઈ પાંજરીવાલા, ઓખા શહેર મહિલા મોરચાના પ્રમુખ કૌશલ્યાબેન ફોફંડી, પૂર્વ શિક્ષિકા દેવીલાબેન દવે, એસ.એમ.સીના સભ્ય વલીમામદભાઈ, ઓખાના આચાર્ય દિલીપભાઈ ગોપાત, વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાગૃતિબેન પરમાર અને ચૌહાણ સફિયાબાનુંએ કરેલ હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઓખા તાલુકા શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.