કેડી હોસ્પિટલ અમદાવાદ દ્વારા શહેરની મધ્યમાં સુપર સ્પેશ્યાલિટી ઓપીડી અને ડેકેર યુનિટ ધરાવતા અદ્યતન સિટી સેન્ટરનો પ્રારંભ

0

ગુજરાતની અગ્રગણ્ય હેલ્થકેર સંસ્થા કુસુમ ધીરજલાલ હોસ્પિટલ(શ્રી હરિહર મહારાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત) દ્વારા અમદાવાદના હાર્દ સમા વસ્ત્રાપુર વિસ્તારમાં સુપર સ્પેશ્યાલિટી ઓપીડી અને ડેકેર યુનિટ ધરાવતા અદ્યતન સિટી સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સિટી સેન્ટર “આપના માટે, આપની પાસે” સૂત્રને ચરિતાર્થ કરે છે. અહીં ઓપીડી સર્વિસીસ, ડાયાલિસીસ, કીમોથેરાપી, એન્ડોસ્કોપી, રેડિયોલોજી, પેથોલોજી, ૨૪ ટ ૭ ચાલતી ફાર્મસી તેમજ એમ્બ્યુલન્સ સર્વિસને સમાવિષ્ઠ કરવામાં આવ્યા છે. શહેરની મધ્યમાં આવેલું હોવાથી કેડી સિટી સેન્ટર ઉત્તમ કનેક્ટીવિટી ધરાવે છે જેથી દર્દીઓને ખુબ ઝડપથી ગુણવત્તાયુક્ત સારવાર સેવાઓ પ્રાપ્ત કરવામાં સહાય થશે. ઓપીડી સેન્ટરના દરેક ફ્લોરને અદ્યતન ટેક્નોલોજી અને સાતત્યપૂર્ણ દેખાવથી સુસજ્જ કરાયો છે. કેડી સિટી સેન્ટર ખાતે સુપર સ્પેશ્યાલિટી ઓપીડી અને ડેકેર સુવિધાથી દર્દીઓને ત્વરિત તબીબી પરામર્શ, રોગ-નિદાન અને સારવારનો લાભ મળશે, આ સિટી સેન્ટરને દર્દીઓની રોજિંદી આરોગ્યને લગતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અત્યંત આધુનિક સગવડો સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ડો. અદિત દેસાઈ(મેનેજિંગ ડિરેક્ટર, કેડી હોસ્પિટલ)એ વ્યક્ત કર્યું, અમારા નવા કેન્દ્રની શરૂઆત સાથે, અમે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે અમારા દર્દીઓની એક ડગલું નજીક પહોંચવાનો ધ્યેય ધરાવીએ છીએ. આ અમારૂ પહેલું સિટી સેન્ટર છે અને દર્દીઓની જરૂરતને ધ્યાનમાં રાખી અમે આવા ઘણા સિટી સેન્ટરર સ્થાપવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ. અમે દર્દી-કેન્દ્રિત હોસ્પિટલ તરીકે તમારી આરોગ્ય સંભાળની જરૂરિયાતો માટે “આપના માટે, આપની પાસે” હંમેશા રહીશું”. કે.ડી. હોસ્પિટલ ૬ એકરના વિશાળ કેમ્પસમાં પથરાયેલી છે. ૩૦૦થી વધુ બેડ્‌સ તેમજ લગભગ ૪૫ સુપર સ્પેશિયાલિટી ટ્રીટમેન્ટ એક છત નીચે આપવામાં આવે છે. મલ્ટિ-સ્પેશિયાલિટી અભિગમથી દરેક સ્પેશિયાલિટીના જટિલ કેસોમાં દર્દીનું વ્યાપક મૂલ્યાંકન અને સારવાર સુનિશ્ચિત થાય છે.

error: Content is protected !!