જૂનાગઢ કૃષિ યુનિ.નાં ડો. જી.આર. ગોહિલને નિવૃતિ વિદાયમાન અપાયું

0

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીમાંથી વયનિવૃત્તિના કારણે તારીખ ૩૦-૬-૨૦૨૨નાં રોજ ડો. જી.આર. ગોહિલ નિવૃત થયા છે. તેઓની ૩૮ વર્ષની કારકીદીમાં ધોકડવા, જામનગર, સાગડીવીડી ફાર્મ, સીબીએફ ફાર્મ, તેલેબીયા વિભાગ અને છેલ્લે વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીમાંથી સહ વિસ્તરણ શિક્ષણ નિયામક તરીકે નિવૃત થયા છે. તેમનો વિદાય કાર્યક્રમ કૃષિ યુનીવર્સીટીનાં ઓડીટોરીયમ હોલમાં તા.૨૮-૬-૨૦૨ર તથા સૌરાષ્ટ્રના દરેક જીલ્લાના ઈનપુટ ડીલર્સ એસોસીએશન દ્વારા તા.૨-૭-૨૦૨૨નાં રોજ રાખવામાં આવેલ છે. આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનીવર્સીટીના કુલપતિ પ્રો.(ડો.) નરેન્દ્રકુમાર ગોટીયા ઉપસ્થિત રહી શુભેચ્છા આપતા જણાવ્યું કે, ડો. ગોહિલે વિસ્તરણ પ્રવૃત્તિઓને ધમધમતી રાખી ખેડૂત વર્ગમાં, ખેતીવાડી ખાતાના અધિકારીઓ, જુદી-જુદીસ્વાયત સંસ્થાઓ તથા એન.જી.ઓ.માં સારૂ કામ કરી સારી ચાહના મેળવેલ છે. વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એચ.એમ. ગાજીપરાએ જણાવ્યું કે, ડો. ગોહિલની કામગીરીનાં કારણે યુનીવર્સીટીનું નામ રોશન કર્યું છે. તેઓ હંમેશા કામગીરીમાં પોઝીટીવ રહેતા. આ પ્રસંગે સંશોધન નિયામક ડો. ડી.આર. મહેતા, કુલ સચિવ ડો. કે.સી. પટેલ તેમજ ડો. ગોહિલના સગા-સંબંધી, દુરથી આવેલ ખેડૂત ભાઈઓ-બહેનો વગેરેએ ઉમળકાભેર મોમેન્ટો આપીને સન્માન કરેલ હતું. તેનાં પોતાના પ્રતિભાવ આપતા જણાવેલ કે, અમે સારા અધિકારીની હુફ ગુમાવીએ છીએ તેનું દુઃખ છે. તારીખ ૨-૭-૨૦૨૨નાં રોજ સૌરાષ્ટ્રના ઈનપુટ ડીલર્સ એસોસીએશનનાં દસ જીલ્લાના પ્રમુખો, તાલુકાઓના હોદેદારો તથા અન્ય પદાધિકારીઓ તથા ૧૦૦૦ ઈનપુટ ડીલર્સની હાજરીમાં વિદાય આપવામાં આવેલ. દરેક તરફથી સ્વાગત, મોમેન્ટો તથા સાલ ઓઢાડીને દસ જીલ્લાના પ્રમુખોએ સન્માન કરેલ હતું. તેમજ ઓલ ઇન્ડિયા ઈનપુટ ડીલર્સ એસોસીએશનનાં સેક્રેટરી અરવિંદભાઈ ટીંબડીયાએ સન્માન કરતા જણાવ્યું કે, ડો. જી.આર. ગોહિલે જે કાર્ય કર્યું છે તે બિરદાવવા પાત્ર અને સન્માનીય છે. તેઓએ ઈનપુટ ડીલર્સની સમસ્યાઓ હલ કરવામાં તેમનો ફાળો મહત્વનો રહ્યો હતો. તેઓએ ક્યારે પણ સમય જાેયો નથી, સવારે ૭ વાગ્યેથી સાંજે ૭ વાગ્યાસુધી ઓફીસે જ હોય છે. તેઓ ઓફીસનું કામતો નિષ્ઠાથી નીભાવે જ છે, સાથે-સાથે ઈનપુટ ડીલર્સની વધારાની કામગીરી પણ પ્રમાણીક અને નિષ્ઠાથી નિભાવી છે. તેમણે પ્રોમિસ આપેલ કે, હું ઈનપુટ ડીલર્સનો કોર્ષ પૂર્ણ નહી થાય ત્યાં સુધી ઓફિસે આવીશ તે મોટી વાત છે. નિવૃત થયા પછી કોઈ ફરકતું નથી ત્યારે આવા અધિકારીએ પોતાનાં કુટુંબ કરતા પણ ઓફિસને વધુ મહત્વ આપ્યું છે. આ પ્રસંગે કુલપતિ પ્રો.(ડો.) નરેન્દ્રકુમાર ગોટીયા, ડો. એચ.એમ. ગાજીપરા, ડો. ડી.આર. મહેતા, ડો. એસ.જી. સાવલીયા, ડો. વાય.એચ. ઘેલાણી તથા વિસ્તરણ નિયામકનો સ્ટાફ પણ હાજર હતો. છેલ્લે ડો. જી.આર. ગોહિલએ બધાનો આભાર માનતા જણાવ્યું કે, મને જે દસે-દસ જીલ્લાના ઈનપુટ ડીલરો થકી સન્માન મળ્યું છે તે બદલ હું બધાનો ખુબ ખુબ આભાર માનું છું. અત્યાર સુધીની તાલીમમાં આવેલા બધા જ ડીલરોએ મને માન અને સન્માન આપ્યું અને મારો પડેલો બોલ જીલ્યો છે. મને માન-સન્માન, સત્કાર, લાગણી, ભાવ, પ્રેમ જે મળ્યો છે તેનો હું ઋણી રહીશ.

error: Content is protected !!