ખાદ્યપદાર્થો, હોસ્પિટલનાં રૂમ, હોટલ ઉપર જીએસટીમાં વધારો : મોંઘી થયેલી વસ્તુઓની યાદી

0

સોમવારથી બિનબ્રાન્ડેડ પેકેજડ ખાદ્યપદાર્થો, દૂધ અને દહીંથી માંડીને સુધીનાં સંખ્યાબંધ સામાન અને રૂા.પ૦૦૦થી વધુ ભાડાવાળા હોસ્પિટલનાં રૂમ અને સેવાઓ ઉપર ટેકસમાં વધારો લાગુ પડી ગયો છે. ગયા મહિને ગુડસ એન્ડ સર્વિસ ટેકસ કાઉન્સિલે ઈનવર્ટેડ ડયુટી સ્ટ્રકચરને દુર કરવા માટે આ દરોને તર્કસંગત બનાવવાનો નિર્ણય કર્યો હતો. જેમાં અંતિમ ઉત્પાદન કરતા ઈનપુટસ ઉપર ટેકસ વધારે હતો. વિપક્ષી નેતાઓએ જીએસટી કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા ઉંચા કર દરો અંગે ચિંતા વ્યકત કરતા કહ્યું છે કે, તેનાથી પરિવારો ઉપર વધારાનો બોજ પડશે. ભારતનો છૂટક ફુગાવો એપ્રિલમાં ૭.૭૯ ટકાની આઠ વર્ષની ઉંચી સપાટીને સ્પશ્ર્યા પછી મે મહિનામાં વાર્ષિક ૭.૦૪ ટકા ઉપર આવી ગયો હતો. જાે કે, ભાવ વધારો સૂચક સતત પાંચમાં મહિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં ૬ ટકાનાં બેન્ડથી ઉપર રહ્યો છે. કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે ર૯ જુને કહ્યું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જેઓ કાઉન્સિલનો ભાગ છે તેઓ ફૂગાવા અંગે સભાન છે. તેઓને પૂછવામાં આવ્યું હતું કે, શું જીએસટી દરમાં ફેરફાર ફુગાવાને અસર કરી શકે છે કે કેમ ?
અહીં ૧૮ ટકા જીએસટી સાથેની વસ્તુઓ અને સેવાઓની સૂચિ છે
પ્રિન્ટિંગ, એલઈડી લેમ્પ અને લાઈટ, છરીઓ, ચમચી, કાંટા, પાણીનાં પંપ, ડીપ ટયુબવેલ ટર્બાઈન પંપ, સબમર્સિબલ પંપ, ડેરી મશીનરી, ટેટ્રા પેક, ચેક ઈશ્યુ કરાવ માટે બેંકો દ્વારા વસૂલવામાં આવતી ફી(લુઝ અથવા બુક ફોર્મમાં), રસ્તાઓ, પુલો, રેલવે, મેટ્રો, એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સ્મશાનગૃહ માટેનાં કામનાં કરાર જેવી સેવાઓ, ઈ-કચરો.
૧ર ટકા જીએસટી સામાન અને સેવાઓની યાદી
સોૈર વોટર હીટર, હોટેલો રોકાણ માટે પ્રતિ દિવસ રૂા.૧૦૦૦ કે તેથી ઓછો ચાર્જ હોય, નાળિયેર પાણી, ચામડાનાં ઉત્પાદનો જેવા તૈયાર માલ, એટલાસ સહિત નકશા અને ચાર્ટ, ટ્રક અને માલસામાનની ગાડીઓનું ભાડું જેમાં બળતણની કિંમતનો સમાવેશ થાય છે, બાયો-મેડિકલ વેસ્ટ સુવિધાઓ.
પ ટકા જીએસટી સામાન અને સેવાઓની યાદી
દહીં, છાશ અને લસ્સી, પનીર, કાર્બનિક ખોરાક, પફડ ચોખા, ઓટ્‌સ, અનાજ, કઠોળ અને રપ કિગ્રા વજન સુધીનાં લોટ જેવી ખાદ્ય ચીજાેનાં પેકેજ, પ૦૦૦ રૂપિયાથી વધુ ભાડા સાથેનાં હોસ્પિટલ રૂમ, ઓસ્ટોમી ઉપકરણો.

error: Content is protected !!