જૂનાગઢ પોલીસે ઓટો રીક્ષામાં ભુલી ગયેલ ડોકયુમેન્ટ સહિતનો થેલો શોધી શિક્ષિકાને પરત કર્યો

0

વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્વારા ઓટો રીક્ષામાં ભૂલી ગયેલ સરકારી શાળામાં શિક્ષક તરીકે પસંદગી થયેલ મહિલાનો સમગ્ર કારકિર્દીના ડોક્યુમેન્ટ સહિતનો મૂલ્યવાન થેલો નેત્રમ શાખા જૂનાગઢ દ્વારા શોધી કાઢેલ હતો. મયુરીબેન બ્રીજેશભાઈ ત્રીવેદી તા.૧૬-૭-૨૦૨૨ના રોજ તાલાળાથી જૂનાગઢ શહેર ખાતે આવેલ હોય અને બસ સ્ટેન્ડથી પોતાના કામ સારૂ જવા માટે ઓટો રીક્ષામાં બેઠેલ, તેઓ હાલમાં જ સરકારી સ્કૂલમાં શિક્ષિકા તરીકે સિલેક્ટ થયેલ હોય અને નિમણુંક પત્ર તેમજ કારકિર્દીના અગત્યના તમામ ઓરીજીનલ ડોક્યુમેન્ટ સહિતનો થેલો ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ, જે તમામ ઓરીજીનલ ડોક્યુમેન્ટ ભવિષ્યમાં મળવા મુશ્કેલ હોય, તે અને તેમના પરીવારના સભ્યો વ્યથિત થઈ ગયેલ હતા. મયુરીબેન દ્વારા આ બાબતની જાણ બી ડીવીઝન પો.સ્ટે.ના પી.આઇ. એન.આર. પટેલને કરતા પી.આઇ. એન.આર.પટેલ દ્વારા નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને આ બાબતની જાણ કરતા નેત્રમ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો.સ્ટે.ના પી.આઇ. એન.આર.પટેલ, નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. હાર્દીકભાઇ એમ. સિસોદિયા, હિનાબેન વેગડા એન્જીનીયર મસુદઅલીખાન એમ. પઠાણ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી મયુરીબેન જે સ્થળથી પસાર થયેલ તે સમગ્ર રૂટના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા મયુરીબેન બસ સ્ટેન્ડથી ઓટો રીક્ષા બેઠેલ તે રીક્ષા સીસીટીવી કેમેરામાં નજરે પડેલ હતા. સીસીટીવી ફૂટેજ દ્વારા તે ઓટો રીક્ષાનો નંબર જીજે-૦૮-એટી-૨૦૨૪ શોધી કાઢવામાં આવેલ હતી. તે ઓટો રીક્ષાના નંબરની માહિતી આધારે રીક્ષા ચાલકનું નામ શોધી કાઢવામાં આવેલ હતું. રીક્ષા ચાલકને નેત્રમ શાખા દ્વારા શોધી પૂછપરછ કરતા તેમને પોતાની રીક્ષામાં કોઇ પેસેન્જર સામાન ભુલી ગયાનું ધ્યાને આવેલ પરંતુ આ સામાન કોનો છે ? તે તેમને માલુમ ના હતું. જૂનાગઢ પોલીસ દ્વારા મયુરીબેનનો અગત્યના ડોક્યુમેન્ટનો થેલો સહી સલામત પરત કરેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાની કારકીર્દીના તમામ ઓરીજીનલ ડોક્યુમેન્ટનો ખોવાયેલ થેલો સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સંવેદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને મયુરીબેન દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ શેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા મયુરીબેનના ઓરીજનલ ડોક્યુમેન્ટનો ગુમ થયેલ થેલો ગણતરીની કલાકોમાં પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.

error: Content is protected !!