જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ : પ્રજાકીય પ્રશ્ને હંગામો થશે

0

જૂનાગઢ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની મહત્વની બેઠક આજે યોજવામાં આવી રહી છે. આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્ને વિપક્ષ દ્વારા રજુઆતો થશે તેમ જાણવા મળે છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં એક તરફ સત્તાધારી પક્ષ દ્વારા વિકાસનાં કાર્યો કરવામાં આવી રહયા હોવાનાં અખબારી અહેવાલો જારી કરવામાં આવતા હોય છે આ ઉપરાંત વિવિધ વિકાસ કામો માટેની ગ્રાન્ટની ફાળવણી પણ થતી હોય છે આ ઉપરાંત અવારનવાર નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફીકેશન અંગેનાં પ્લાન પણ રજુ થતાં હોય છે, આ ઉપરાંત અન્ય પ્રજાકીય પ્રશ્ને લોકોની અનેક ફરીયાદો રહેલી છે. ચોમાસાનાં દિવસોમાં જૂનાગઢ શહેરનાં રસ્તાઓની હાલત પણ બદતર બનેલી છે. આરોગ્ય વિષયક પગલા ભરવાની પણ તાતી જરૂરીયાત છે. આવા પ્રજાકીય કામોનાં અનેક મુદે શાસક પક્ષને ભીડવવા વિપક્ષ દ્વારા પ્રશ્નોની ઝડી વરસશે તેમ મનાય
છે.

error: Content is protected !!