દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એનડીઆરએફની ટીમ દ્વારા જળ પ્રલય, ધરતીકંપ જેવી આફત સમયે લોકોને કેવી રીતના બચાવી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામની શાળામાં એનડીઆરએફની ટીમ દ્વારા નિદર્શન તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એનડીઆરએફના ઇન્સ્પેકટર સંજય કુમાર યાદવ અને તેમની ટીમ દ્વારા છાત્રોને વિવિધ સાધન સાથે પુરની સ્થિતી, ધરતીકંપ, તેમજ પ્રાથમિક સારવાર સહિતની બચાવની કામગીરી સહિતનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.