“જયાં શ્રધ્ધા છે ત્યાં પુરાવાની જરૂર નથી” દ્વારકાનાં ઘઢેચી ગામ લોકોનો અનોખો ગૌ પ્રેમ

0

શીતલા સાતમનાં દિવસે સૌ ગ્રામજનો એ દૂધની ધારા અને માતાજીનાં સુરક્ષા કવચ એવા રૂનાં ધાગાથી ગામની ફરતે પ્રદક્ષિણા કરીને શીતલા માતાને પ્રાર્થના કરી કે, હાલ જે લમ્પી વાયરસ ગાય અને ગૌવંશમાં વકર્યો છે તે નાબુદ થાય. ગામ, તાલુકા, જીલ્લા ઉપરાંત રાજય અને દેશનાં દૂધાળા પશુધન એવા ગાય-ગૌવંશને આ મહામારીમાંથી ઉગારી લેવા માતાજી શીતલા માતાજીને સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી. અબોલ પ્રાણીઓનાં આ મહામારીમાં મૃત્યું થયા છે તેમનાં આત્માને શાંતિ મળે તે માટે શીતલા માતા અને દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરાઈ હતી. અબોલ જીવ, પશુ-પક્ષી, પ્રાણીઓ અને માનવ સમુદાય સુખી અને તંદુરસ્ત રહે તે માટે સમગ્ર ગ્રામજનો તમામ ભેદ ભાવ ભૂલીને આ માનવતાનું કાર્ય કર્યું હતું. આજનાં કલીયુગમાં જયારે માનવી ચારેકોર ભૌતિકતા, સુખ-સગવડ અને કોઈ પણ ભોગે ધન દોલત એકત્ર કરવામાં મશગૂલ છે ત્યારે ગામડાની નિર્દોષ ભોળી અને શ્રધ્ધાળુ પ્રજાનાં આવા સદગુણી અને પરોપકારી કાર્યોની ચારેકોર પ્રસંશા થઈ રહી છે.

error: Content is protected !!