બાંટવા શહેરમાં વેપારીઓએ લગાડેલા કેમેરાની ચોરી

0

બાંટવા શહેરમાં નગરપાલિકા તથા વેપારીઓ એસોસિએશન દ્વારા સીસીટીવી કેમેરા નાખેલ હોય અને આ કામનાં આરોપી જયસિંહ ઉર્ફે જયેશ લખધીરસિંહ પરમાર રહે.બાંટવા વાળાનું ગોડાઉન કેમેરામાં આવતું હોય, જેથી આરોપી નં.૧ તથા અજાણ્યા બે આરોપીઓએ હર્ષદ લખમણભાઈ કરંગીયાને કેમેરો ચોરવા મોકલી, થાંભલામાં ફીટ કરેલ કેમેરો રૂા.૪૭૦૦નો હર્ષદે કાઢી લઈ અને ચોરી કરી ગયેલ છે. આ બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ દેવસીભાઈએ કુલ ૪ શખ્સો સામે જાતે ફરિયાદી બની અને ગુનો દાખલ કરેલ છે. વધુ તપાસ બાંટવાનાં પીએસઆઈ વી.આર. ચાવડા ચલાવી રહ્યા છે.

error: Content is protected !!