જૂનાગઢ પોલીસની સરાહનીય કામગીરીથી બે પરિવારો વચ્ચે ચાલતા વિવાદનો અંત

0

હાલના સાંપ્રત સમયમાં કાચી ઉંમરમાં દીકરા-દીકરીઓ દ્વારા લેવામાં આવેલ અપરિપક્વ ર્નિણયના કારણે માતા-પિતાને ક્ષોભ જનક પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે. આવા કિસ્સાઓમાં સામાન્યરીતે દીકરા-દીકરીના કુટુંબીજનોના અહમ અને ખેંચાખેંચીના કારણે કોર્ટ મેટર થતા, આ વિવાદ બહુ લાંબો ચાલે છે અને સરવાળે દીકરા-દીકરીનો યુવાનીનો સમય વેડફાય છે અને બંને કુટુંબ ડિસ્ટર્બ રહે છે. ઘણીવાર આવા કિસ્સામાં કેસો પંદર વીસ વર્ષ ચાલે છે અને બંને કુટુંબના મોભીના અહમના કારણે દીકરા-દીકરીના બીજીવાર લગ્ન થઈ શકતા નથી અને જિંદગી બરબાદ થઈ જાય છે. આવા સમયે પોલીસ દેવદૂત બનીને આવે તો, બંને કુટુંબનો પ્રશ્ન સોલ્વ થાય છે અને દીકરા-દીકરીના ભવિષ્યના જીવન સુધરી જાય છે. આવો જ એક કિસ્સો જૂનાગઢ શહેરમાં સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને છૂટક વેપાર કરી, જીવન ગુજારતા ૬૦ વર્ષીય સિનિયર સીટીઝનએ પોતાની દીકરી તથા આગેવાનો સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતાની દીકરીને ગામના જ એક પોતાની જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ થઈ જતા, ભગાડી, ભાવનગરમાં લગ્ન કરી, રાજસ્થાન નાસી ગયેલ હતા. ભાવનગર ખાતે લગ્ન કર્યા ત્યારે વિધિના તેમજ અંગત પળોના ફોટોગ્રાફ પણ પાડી લીધેલ હતા. છોકરા-છોકરી રાજસ્થાન ફરવા જતા, છોકરીને ભૂલ કરેલાનું ભાન થતા, છોકરીએ તેના ઘરે ફોન કરી, ત્રીજા દિવસે પરત આવી ગયેલ હતા. હવે છોકરી છોકરા સાથે જવા ના માંગતી હોય, છોકરો અને તેના ભાવનગર ખાતેના સગા સંબંધીઓ એકના બેના થતા હોય, પોલીસ દ્વારા મદદ કરવા બાબતે ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે સામાવાળાના સગાસંબંધીઓ ભાવનગરના હોય, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ ભાવનગર ખાતે પણ પોલીસ ઇન્સ. તરીકે નોકરી કરેલ હોય, આગેવાનો સાથે સંપર્ક કરી, જૂનાગઢમાં બોલાવી, બંને પક્ષોને પોલીસની ભાષામાં સમજાવતા, બંને પક્ષોને રૂપિયા કરતા પોતાના સંતાનોની જિંદગી કિંમતી હોવાનું, હાલના બંને દીકરા દીકરીનો જીવનનો અમૂલ્ય સમય વેડફાતા હોવાનું, છોકરાઓના અપરિપક્વ ર્નિણય અને કજાેડાથી દીકરા દીકરીની અમૂલ્ય જિંદગી બરબાદ થતું હોવાનું સમજાવી, બંને પક્ષોને ર્નિણય લેવાની સમજણ આપતા, બંને કુટુંબને તથા દીકરા-દીકરીને પોલીસની વાત ગળે ઉતરી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા મધ્યસ્થી થઈને સમજાવતા, અરજદાર સિનિયર સિટીઝનની દીકરી અને તેની સાથે લગ્ન કરેલ દીકરો, ખોટા ર્નિણય આધારે થોડા દિવસ પહેલા લગ્ન કર્યા હોય, રાજીખુશીથી છુટ્ટા પડવાનું નક્કી કરી, છૂટાછેડા આપવા બને પક્ષો તૈયાર થઈ ગયેલ હતા. બંને પક્ષો રાજીખુશથી છૂટા પડ્યા અંગેનું અરજદાર તથા સાસરિયાં પક્ષે, નોટરી લખાણ પણ કરી દેવામાં આવેલ હતું. સામાવાળા પક્ષ પણ પોલીસની મધ્યસ્થી દ્વારા સાચી સમજણ આપતા, ખુશ થયો હતો. બંને પક્ષો દ્વારા દીકરાને ખૂબ સમજાવ્યા બાદ નિવેડો નહિ આવેલ પ્રશ્નને જૂનાગઢ પોલીસ દ્વારા મધ્યસ્થી થઈને નિકાલ કરાવતા બંને પક્ષો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદાર અને સામાવાળાને હવેથી તકેદારી રાખી, દીકરા-દીકરી બંને સુખી થાય તેવા પ્રયત્નો કરવા વિનંતી કરવામાં આવેલ હતી. અરજદાર અને સામાવાળાને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના સંતાનોની જિંદગી બગડતી અટકાવવા મધ્યસ્થી કરી, સમજાવી, સંવેદના પૂર્ણ કાર્યવાહી કરતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર સામાવાળા દ્વારા આનંદ વ્યક્ત કરી, જાે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાના સંતાનોની જિંદગીના ઘણા વર્ષ હાથમાંથી જતા રહેત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા સિનિયર સિટીઝન અરજદાર તથા સામાવાળાને સામજિક પ્રશ્નમાં મદદ કરી, સુખદ અંત લાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.

error: Content is protected !!