જૂનાગઢ શહેરમાં પોલીસે વિવિધ સ્થળોએ જુગાર અંગે દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરી છે. એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર બિલખા રોડ ઉપર આંબેડકરનગર, ધરાનગર, ચામુંડા શેરી નં.૩ ખાતેથી જાહેરમાં જુગાર રમતા ૭ મહિલા સહિત ૧૦ને પોલીસે ઝડપી લઈ અને તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. સ્થળ ઉપરથી રૂા.૧૩,પ૯૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. આ ઉપરાંત બી ડીવીઝન પોલીસે મજેવડી દરવાજા પાસે, હીરોનાં શોરૂમની નજીકથી જાહેરમાં જુગાર રમતા ૩ મહિલા સહિત ૬ને રૂા.ર૪,૩૭૦નાં રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે સી ડીવીઝન પોલીસે લીરબાઈપરા, પીટીસી ગ્રાઉન્ડ પાસેથી ભીખુભાઈ મેરૂભાઈનાં રહેણાંક મકાનમાં જુગાર અંગે દરોડો પાડી ૩ શખ્સોને રૂા.૩૧,૭૦૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે જૂનાગઢ તાલુકા પોલીસે સાબલપુર ગામ, ખાડીયા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા પ શખ્સોને રૂા.૩૧,૬૮૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત ભેંસાણ પોલીસે ઢોળવા ગામેથી ૬ શખ્સોને રૂા.૧૦,૯૧પની રોકડ સાથે ઝડપી લીધા છે. જયારે ૩ શખ્સો નાશી છુટયા હોય, કુલ ૮ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.