જૂનાગઢ શક્તિપીઠ અંબાજી મંદિર ગીરનાર અને દતશિખર અને નીલકંઠ મહાદેવ મંદિર, જગમાલ ચોક, ઉપરકોટ રોડ, જૂનાગઢના બ્રહ્મલીન મહંત ગણપતગીરી બાપુ ગુરૂ પ્રભાતગીરી બાપુનો ષોડસી ભંડારો અનિવાર્ય સંજાેગોના કારણે મોકૂફ રાખેલ છે જેની દરેક સેવક સમુદાય અને સાધુ-સંતોએ નોંધ લેવી અને નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે તેમ મહંત મોટાપીર બાવા તનસુખગીરી બાપુ ગુરૂ દત્તગીરી બાપુ અને હિમાંશુગીરી ગુરૂ ગણપતગીરી બાપુની યાદીમાં જણાવાયું છે.