દ્વારકાધીશનાં જગતંમદિરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી

0

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે જન્માષ્ટમીનાં પાવન અવસરે હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં પર૪૯માં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભકિતમય વાતાવરણમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. રાત્રીનાં બારનાં ટકોરે શ્રી દ્વારકાધીશનાં ત્રૈલોકય સુંદર જગતમંદિરમાં સમગ્ર દ્વારકા નગરીનો માનવ મહેરામણ તેમજ બહારગામથી મોટી સંખ્યામાં આવેલા યાત્રાળુઓની ઉપસ્થિતિમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીનાં ગગનભેદી નાદ સાથે જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયો હતો. જન્માષ્ટમી ઉત્સવ નિમિતે ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગતંમદિરનાં પરીસરને લાઈટીંગ ડેકોરેશનની રોશનથી સુંદર રીતે સુશોભીત કરવામાં આવેલ. રાત્રીનાં બાર કલાકે થયેલ જન્મોત્સવ આરતીમાં શારદાપીઠનાં શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી, ગુજરાત રાજયનાં કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદી, દેવસ્થાન સમિતિનાં ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણી, જામનગર જીલ્લાનાં સાંસદ પુનમબેન માડમ, અન્ય અધિકારીઓ તથા પદાધિકારીઓ અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. મંદિરની વ્યવસ્થા એસપી નિતેશ પાંડેનાં માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી શારડાએ સંભાળેલ હતી. ભાવિકો માટે સ્વૈચ્છિક તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા, નાસ્તો, શરબત અને ફલાહાર માટે સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવેલ હતી. જન્માષ્ટમીનાં પાવન પર્વે સાંજનાં સમયે કાન્હા વિચાર મંચ સંસ્થા દ્વારા ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રા શહેરનાં વિવિધ રાજમાર્ગો ઉપર ફરી વળેલ અને શહેરનાં હાર્દસમા તીનબતી ચોકમાં કાન્હા વિચાર મંચ દ્વારા મટકીફોડનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કૃષ્ણ ભકતો જાેડાયા હતા. જન્માષ્ટમી ઉત્સવનું વિવિધ ગુજરાતી તથા હિન્દી ચેનલો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવેલ હતું. જેથી લાખો-કરોડોની સંખ્યામાં ભાવિકોએ ઘરબેઠા કૃષ્ણ જન્મોત્સવ માણેલ હતો. આ ઉપરાંત વિદેશમાં રહેલા કૃષ્ણ ભકતો ઘેરબેઠા શ્રી કૃષ્ણ જન્મોત્સવ માણી શકે તે માટે ઙ્ઘુટ્ઠિાટ્ઠઙ્ઘરૈજર.ર્ખ્તિ નામની વેબસાઈટ ઉપરથી પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવનું જીવંત પ્રસારણ થયેલ હતું.

error: Content is protected !!