જૂનાગઢ જીલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓએ રોડ રસ્તા, વિકાસના કામો, વીજળી, લમ્પી વાયરસ સહિતના મુદ્દે ઉઠાવેલા પ્રશ્નોના નિવારણ માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કલેકટર કચેરીના મુખ્ય સભાખંડ ખાતે મળેલી આ બેઠકમાં કલેકટરએ જનપ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નોના અનુસંધાને સંબંધિત અધિકારીઓને હકારાત્મકતા સાથે ત્વરિત નિવારણ લાવવા માટે સૂચના આપી હતી. ઉપરાંત પ્રજાકીય પ્રશ્નોમાં જવાબદારીપૂર્વક પગલા લેવા માટે નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં ધારાસભ્ય બાબુભાઈ વાજા, ભીખાભાઈ જાેશી, જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, દિનેશભાઈ ખટારીયા, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસુમ શેટ્ટી સહિત જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિના સભ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.