તહેવારો પૂર્વ આ અંગે દહેશત વ્યક્ત કરાઈ હતી, શહેરીજનોમાં રોષની લાગણી
સામાન્ય રીતે રખડતા પશુઓનો પ્રશ્ન દરેક શહેરોમાં છે અને જેના કારણે ઘણા બનાવોમાં માનવીને ઈજા/મૃત્યુંના બનાવો બનવા પામેલ છે. ત્યારે ખાસ કરીને જેતે તહેવારોમાં જે રૂટ અથવા જગ્યાએ જન મેદની એકત્રીત થતી હોય તેવા રૂટ/જગ્યાએ મનપા તંત્રની પશુ શાખાના માણસો દ્વારા જેતે ભીડમાં રખડતા પશુઓ જાનહાનિ ના પહોંચાડે તે માટે તકેદારી રખાતી હોેય છે છતાં પણ જૂનાગઢ મહાનગરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની નિમિતે નીકળેલ શોભાયાત્રા દરમ્યાન દીવાન ચોકમાં અધિકારી-પદાધિકારીઓની હાજરીમાં જ એક પશુ ઘુસી જતા નાસભાગ થઈ હતી અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયેલ હતો. જ્યારે શોભાયાત્રા દરમ્યાન બીજા બનાવમાં પોસ્ટ ઓફિસ રોડ ઉપરથી પસાર થતાં એક પશુએ ફરી અંદર ઘૂસી જતા નાસભાગ થયેલ અને બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયેલ છતાં ર્નિભર તંત્રએ આ અંગે તકેદારીના પગલાં નહિવત ભરેલ હોવાનું ફલિત થયેલ છે. આ અંગે મહોરમ(તાજિયા) અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારને લઈ કોઈ અનિચ્છનિય ઘટના ના બને તેની દહેશત શહેરના જાગૃત નાગરિકો દ્વારા વ્યક્ત કરાઈ હતી જે ર્નિભર તંત્રએ ગંભીરતાથી ના લેતા આ કરૂણ બનાવો બનવા પામેલ છે. ત્યારે સવાલ એ થાય છે કે, મહાનગરપાલિકા તંત્ર આવા રખડતા પશુ અંગે કેમ કોઈ નક્કર પગલા ભરતી નથી. તાજેતરમાં જ મહાનગરપાલિકાના હાલના કમિશ્નરએ આ બાબતે મોટા ઉપાડે ફક્ત જાહેરનામું બહાર પાડી કાગળ ઉપરની પ્રક્રિયા પૂરી કરી સંતોષ માની લીધેલ પરંતુ નક્કર કામગીરી કરેલ નથી માટે મનપા કમિશ્નર સામે માનવ વધનો ગુનો દાખલ કરવા જાગૃત નાગરિકોએ મેદાનમાં આવવું પડશે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, દરેક મુખ્ય ચોકમાં રખડતા પશુઓના ધણ જાહેર રસ્તા ઉપર અડિંગો જમાવી બેઠા હોય છે અને ટ્રાફિકમાં અડચણ પેદા કરતા હોય છે ત્યારે શહેર ટ્રાફિક બ્રિગેડ કે જેનું મુખ્ય કામ ટ્રાફિકની અડચણ દૂર કરી ટ્રાફિક નિયમન કરાવવું તે પણ નથી થતું. જવાબદાર તંત્રને તહેવારોમાં તંત્ર નિંદ્રામાં પોઢી જાય છે અને દોષ ભોગ પોલીસને બનવું પડે છે.