જૂનાગઢની પ્રજા રાજકારણીઓના ગુપ્ત દબાણ હેઠળ સમસ્યાઓનો રોજબરોજ સામનો કરી રહેલ છે. ભુતકાળમાં રાણકદેવીએ ગરવા ગઢ ગિરનારને પડતો રોકી દીધો હતો. જયારે હાલ જૂનાગઢના તમામ રોડ-રસ્તાઓ ઉંચા અને ઉંડા, નીચા અને છીંછરા ખાડાઓથી દિલની ધડકનો વધારી દે તેવા છે.
શું આ ત્રાસની શાસનકર્તાઓને ખબર નથી? જૂનાગઢ શહેરમાં રોડ-રસ્તાના ખાડા વરસાદ બંધ થશે એટલે બુરાઈ જશે. કિન્તુ, ટ્રાફીક સમસ્યા એમની એમજ રહેશે. આ ટ્રાફીક સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેમ છે પરંતુ થાય છે આંખ આડા કાન..?
જાે મનપા તંત્ર અને વહીવટી તંત્ર ખરા અર્થમાં શહેરની ટ્રાફીક સમસ્યાનું નિરાકરણ લાવવા માંગતી હોય તો અહીંયા આપેલા સુઝાવો અંગે ગંભીરતાથી વિચારણા કરી શકે છે. એટલું જ નહીં તેના અમલીકરણ માટે મજબુત ઈચ્છાશક્તિ પણ બતાવવી પડશે.
નંબર-૧ઃ એ.જી. સ્કુલની દિવાલ ૧૦ ફુટ જેટલી હટાવો તો સંવાદ કોમ્પ્લેક્ષવાળો જ રોડ પહોળો થઈ જાય તેમ છે.
નંબર-રઃ જુની સિવીલ હોસ્પિટલના બંને દરવાજાઓ ખુલ્લા મુકીને જાહેર રસ્તો બનાવો.
નંબર-૩ઃ બસ સ્ટેન્ડ સામેની તમામ દુકાનો હટાવો એટલે બસ સ્ટેન્ડવાળું રેલ્વે ફાટક પહોળું થઈ જાય. તેમજ બસ સ્ટેન્ડ રોડને પણ પહોળો કરવા દબાણો દુર કરવા.
નંબર-૪ઃ વિઠ્ઠલેશ હવેલીવાળા રોડ ઉપરની પેશકદમી હટાવી દો.
નંબર-પઃ ડબ્બાગલીવાળી શાક માર્કેટ અન્ય સ્થળે ખસેડવી જરૂરી.
નંબર-૬ઃ અશોકનગર સોસાયટીના ગેઈટથી તળાવ તરફ જતો રસ્તો પહોળો -સીધો કરી દોે.
નંબર-૭ ઃ આઝાદ ચોક વચ્ચેનું સીટી બસ સ્ટેન્ડવાળું મકાન, દુકાનો હટાવી દો. સમજાે કે ટ્રાફીક પ્રશ્ન હલ થઈ જ ગયો.! આ સુઝાવો એક જાગૃત નાગરીકે આપેલા છે.