જૂનાગઢ હાટકેશ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડ મહોત્સવ યોજાયો

0

જૂનાગઢમાં હાટકેશ્વર મંદિર પાસે હાટકેશ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શુક્રવારે જન્માષ્ટમીના દિવસે રાત્રે કૃષ્ણ જન્મોત્સવ દ્વારા આરતી તથા યુવક મંડળ દ્વારા ડીજેના તાલે ગોવિંદા આલા રે નાદ સાથે મટકી ફોડ મહોત્સવ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
મટકી ફોડ મહોત્સવ નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. મટકી ફોડ થતા જ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીનો નાદ ગુંજી ઉઠ્‌યો હતો. તેમજ મટકી ફોડ ઉપરાંત યુવક મંડળ અને ઉપસ્થિત અસંખ્ય લોકો દ્વારા રાસોત્સવ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી
હતી.

error: Content is protected !!