સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી ૨.૦ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન-૨૦૨૨નું આયોજન, સ્પર્ધામાં અંદાજે ૧ર હજાર વિદ્યાર્થીઓ સહભાગી થશે

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અન્વયે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ૨.૦ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન-ર૦રર માટે મળેલા ૭૭પથી વધુ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટના કોમ્પાઇલેશનનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું. તેમણે આ ઉપરાંત ન્યૂ એજ્યુકેશન પોલિસીના પ્રથમ બે વર્ષ દરમ્યાન રાજ્યમાં સફળ અમલીકરણના દસ્તાવેજ સમાન દ્ગઈઁ કોમ્પોડીયમનું વિમોચન પણ કર્યુ હતું. એટલું જ નહિ, જીર્ષ્ઠॅીની વાર્ષિક ગતિવિધિઓની વિસ્તૃત વિગતો ધરાવતા એન્યુઅલ કેલેન્ડર ઓફ એક્ટિવીટીઝને પણ મુખ્યમંત્રીએ લોંચ કર્યુ હતું. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમાર, ટીચર્સ યુનિવર્સિટીના હર્ષદભાઈ પટેલ, જી.ટી.યુ.ના વાઈસ ચાન્સેલર શેઠ, કે.સી.જી.ના એ.યુ. પટેલ તેમજ શિક્ષણના અગ્ર સચિવ હૈદર અને વરિષ્ઠ અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘણીએ આ અંગેની વિગતો મુખ્યમંત્રીને આપી હતી. જીજીૈંઁ ૨.૦ હેઠળ ગુજરાત રાજયમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ૨.૦ અંતર્ગત “રાજ્ય-સ્તરીય આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન ૨૦૨૨”નું આયોજન કરવામાં આવેલું છે. તે અંતર્ગત સરકારી વિભાગો, કચેરીઓ અને ઉદ્યોગો તરફથી ૭૭૫થી વધુ પ્રોબ્લેમ્સ સ્ટેટમેન્ટ મળેલા છે. સરકારના વિવિધ વિભાગોના ૧૫૨, સરકારી કચેરીઓના ૪૮૯ અને ઉદ્યોગ ગૃહોના ૧૪૨ પ્રોબેલ્મ સ્ટેટમેન્ટનો આમાં સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં ગુજરાતની કોઈપણ કોલેજ/યુનિવર્સિટીમાં કોઈપણ સ્ટ્રીમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને શાળાઓના વિદ્યાર્થીઓ(૯ થી ૧૨ ધોરણ) મળી આશરે ૧૨૦૦૦ જેટલા વિધ્યાર્થીઓ ભાગ લેશે તેવો અંદાજ રાખવામાં આવ્યો છે. આ સ્પર્ધા અન્વયે સમસ્યાઓના ઉકેલ શોધી તેના પ્રોટોટાઈપ કે મોડેલ તૈયાર કરવા માટે ૨ દિવસની રિજીઓનલ રાઉન્ડ અને ગ્રાન્ડ ફિનાલે રાજ્યની જુદી જુદી સંસ્થાઓ ખાતે માટે યોજવામાં આવશે જેમાં ટીમ દ્વારા પ્રેઝન્ટેશન, મેન્ટર દ્વારા મેંટરીંગ અને જયુરી દ્વારા મૂલ્યાંકન જેવી એક્ટિવિટી થશે. ટીમ રજીસ્ટ્રેશન ઓગસ્ટ ૨૦૨રના ચોથા અઠવાડિયામાં શરૂ થશે. આ સ્પર્ધાનો રિજીઓનલ રાઉન્ડ તા.૨૨-૨૩ સપ્ટેમ્બર ૨૦૨૨ અને ગ્રાન્ડ ફિનાલે તા.૨૭-૨૮ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ યોજાશે. વિજેતા ટીમને પ્રૂફ ઓફ કોન્સેપ્ટ/પ્રોટોટાઈપ બનાવવા રૂા.૨,૫૦,૦૦૦/-ની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી સહાય કરવામાં આવશે. વિજેતા ટીમને મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી તથા અન્ય મંત્રીઓ દ્વારા ઈનામ પણ આપવામાં આવશે. વિજેતાઓને મુખ્યમંત્રીના હસ્તે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ ઈનામ વિતરણ કરવામાં આવશે. કેન્દ્રીય કેબીનેટે હાલની ભારતીય શિક્ષણ પ્રણાલીમાં અનેક ફેરફારો રજૂ કરવાના લક્ષ્ય સાથે ૨૯મી જુલાઈ ૨૦૨૦નાં રોજ ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(દ્ગઈઁ-૨૦૨૦)ને મંજુરી આપેલી છે તે અંતર્ગત ગુજરાતમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રમાં લેવામાં આવેલા વિવિધ પગલાઓ તેમજ તે અંગે કરવામાં આવેલી કામગીરીના અગત્યની બાબતોમાં ડિજીટલ લર્નિંગ ર્ંડ્ઢન્, મલ્ટીડીસીપ્લીનરી એજ્યુકેશન, સેન્ટર ઓફ એક્સેલન્સ, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ (ૈંદ્ભજી), ય્ેદ્ઘટ્ઠટ્ઠિં છષ્ઠષ્ઠિીઙ્ઘૈંટ્ઠંર્ૈહ ટ્ઠહઙ્ઘ ઇટ્ઠહૌહખ્ત ૈંહજંૈંેંર્ૈહટ્ઠઙ્મ સ્ીષ્ઠરટ્ઠહૈજદ્બ ટ્ઠહઙ્ઘ છિટ્ઠિહખ્તીદ્બીહં (ય્છઇૈંસ્છ) સેલ, એમ્બેડેડ ઇન્ટર્નશિપ, વોકેશનલાઝેશન વગેરેનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આ બધી જ ગતિવિધિઓની સવિસ્તાર માહિતી સાથેના દ્ગઈઁ કોમ્પોડીયમનું પણ વિમોચન કર્યુ હતું. ગુજરાતના યુવાન યુવતીઓમાં અંગ્રેજી ભાષા ઉપરનું પ્રભુત્વ વધે અને તેના થકી રોજગારીની વધુ ઉજ્જ્‌વળ તકો પ્રાપ્ત થાય તેવા હેતુથી ર્જીષ્ઠૈીંઅ ર્કિ ઝ્રિીટ્ઠંર્ૈહ ર્ક ર્ંॅॅર્િંેહૈંૈીજ ંરિર્ેખ્તર ઁિર્કૈષ્ઠૈીહષ્ઠઅ ૈહ ઈહખ્તઙ્મૈજર(જીર્ઝ્રંઁઈ) સંસ્થાની સ્થાપના થઇ છે. જીર્ઝ્રંઁઈ દ્વારા મુખ્યત્વે કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિભાગ ઝ્રટ્ઠદ્બહ્વિૈઙ્ઘખ્તી ઈહખ્તઙ્મૈજર છજજીજજદ્બીહં દ્વારા અંગ્રેજી ભાષાના ઇીટ્ઠઙ્ઘૈહખ્ત, ન્ૈજંીહૈહખ્ત ટ્ઠહઙ્ઘ જીॅીટ્ઠૌહખ્ત જેવા કૌશલ્ય પરીક્ષા દ્વારા ચકાસણી કરવામાં આવે છે.
મુખ્યમંત્રી દ્વારા આ સંસ્થાની વાર્ષિક પ્રવૃત્તિઓનું કેલેન્ડર પણ લોંચ કરવામાં આવ્યું હતું. આ કેલેન્ડરમાં અંગ્રેજીના વિવિધ વિષયો ઉપર અને અધ્યાપકોને ઉપયોગી થાય તેવા ઓનલાઇન વેબિનાર, ઇ-ક્વિઝ, વર્કશોપ, વિવિધ સ્પર્ધાઓ વકૃત્વ-કાવ્યગાન, પત્રલેખન, વાર્તાલેખન, ચિત્રલેખન વગેરે આયોજનની વિગત આપવામાં આવેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલિસી હેઠળ છેલ્લા પાંચ વર્ષથી હેકાથોનનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઉદ્યોગો અને સરકારી વિભાગો દ્વારા આપેલ સમસ્યાઓનું ટેકનોલોજી દ્વારા સમાધાન કરવામાં આવે છે. છેલ્લી ૩ હેકાથોનમા ૩૩,૦૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈને ૬૬૨ સમસ્યાઓ ઉપર સતત ૩૬ કલાક કામ કરીને સમસ્યાનું સમાધાન આપેલું હતું. આ ૩ હેકાથોન સ્પર્ધામાં ૬૯ ટીમને કુલ રૂા.૨૫.૨૫ લાખનું ઈનામ પણ આપવામાં આવ્યું હતું.

error: Content is protected !!